
દેશમાં માત્ર ગુજરાત સરકારે ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતિ ઉજવવા બજેટ ફાળવ્યું તેવું બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પણ બીજી બાજુ ગતિશીલ ગુજરાતમાં ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા ધડવામાં આવેલ બંધારણી અધિકારો દલિત – આદિવાસી – ઓ.બી.સી સમાજ સુધી પહોચ્યા નથી.
ગુજરાત રાજ્યની કુલ વસ્તીના ૭૫ % વસ્તી દલિત, આદિવાસી અને ઓ.બી.સી. ની છે. પરંતુ છેલ્લા વર્ષોમાં આ ત્રણેય સમુદાયોના અધિકારો ઉપર તરાપ મારવામાં રાજ્ય સરકારોની મુખ્ય ભૂમિકા જોવા મળે છે.
જેમાં ખાસ કરીને ખેતમજુર અને ભૂમિહીન પરિવારોને ખેતીની જમીન અને આવાસની જમીન ફાળવવાની લેન્ડ કમિટીઓ ભરવામાં આવતી નથી. ગુજરાત સરકારે ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ હજારો એકર જમીન મેળવી લીધી હતી. ત્યાર બાદ ભૂમિહીન ખેતમજુરોને આ જમીન ફાળવવામાં અન્યાય કરવામાં આવ્યો છે. આમાની કેટલીક જમીનો ખેતમજૂર ભૂમિહીન દલિત – આદિવાસી – ઓ.બી.સી સમાજને ફક્ત કાગળ ઉપર ફાળવણી કરીને અન્યાય કરવામાં આવ્યો છે.
જયારે બીજી તરફ તાજેતરમાં ભા.જ.પ.સરકારે ટોચ મર્યાદાની ફાજલ હજારો એકર જમીન ઉદ્યોગ ગૃહોને બારો બાર ફાળવા માટે વિધાનસભામાં બીલ પસાર કરીને દલિત- આદિવાસી – ઓ.બી.સી. ના જમીન અધિકાર ઉપર તરાપ મારવાની મેલી મુરાદ બહાર આવી છે.
આપ રાજ્યના મુખ્યમંત્રી પડે બિરાજમાન છો ત્યારે આપને અને આપની સરકારને જરા પણ દલિત – આદિવાસી – ઓ.બી.સી સમાજ પ્રત્યે લાગણી અને સહાનુભુતિ હોઈ તો તાત્કાલીક નીચેની માંગણીઓમાં આપની સરકાર દ્વારા પ્રત્યુતર પાઠવશો.
1. નરેન્દ્ર મોદી (વડા પ્રધાન) ને સફાઈના કામને આધ્યાત્મિક કામ સાથે સરખાવ્યું હોવા છતાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વર્ષ – ૧૯૯૩ પછી ગટરની સફાઈ કરવા ઉતરેલ વાલ્મીકી સમાજના ૩૦૦ ગટર કામદારના મૃત્યુના બનાવમાં રહેણાંક અને ખેતીની જમીન ફાળવણી કરી પુનઃ વસન કરવામાં આવતું નથી.
2. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી સરકારી પડતર જમીનો ફાળવવાનું જાહેરનામું બહાર પાડી લેન્ડ કમિટીની બેઠકો બોલાવવામાં આવતી નથી.
3. ગુજરાત સરકાર દ્વારા ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ રહેલ હજારો એકર જમીનો ફાળવવાનું જાહેરનામું બહાર પાડી લેન્ડ કમિટીની બેઠકો બોલાવવામાં આવતી નથી.
4. ગુજરાત સરકાર દ્વારા ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાળવેલ હજારો એકર જમીન ખેતી સામુદાયિક મંડળીને તેનો કબજો સોપવામાં આવતો નથી.
5. ગુજરાત સરકાર દ્વારા ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાળવેલ હજારો એકર જમીન ભૂમિહીન અને ખેતમજૂર દલિત –આદિવાસી – ઓ.બી.સી. સમાજને તેનો કબજો સોપવામાં આવતો નથી.
6. ગુજરાત સરકાર દ્વારા બી.પી.એલ યાદીમાં સમાવેશથી વંચિત રહેલ લાખો ભૂમિહીન અને ખેતમજૂર દલિત –આદિવાસી – ઓ.બી.સી. સમાજને મકાન બનાવવા ઘરથાળનો પ્લોટ ફાળવવાની યોજનાનું અમલીકરણ કરવામાં આવતું નથી.
7. ગુજરાત સરકાર દ્વારા વન અધિકાર કાયદા હેઠળ જમીન મેળવવાની આદિવાસી સમાજની એક લાખથી વધુ પડતર અરજીઓનો નિકાલ કરવામાં આવતો નથી.
8. ગુજરાત સરકાર દ્વારા બીજા રાજ્યો જેમ દલિતોની જમીન અન્ય કોઈ વ્યક્તિના ખરીદી શકે તેવો કાયદો કેમ બનાવવામાં આવ્યો નથી.
આપ રાજ્યના મુખ્યમંત્રી છો અને હાલમાં આપની એક માત્ર સરકાર ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતિ ઉજવણી કરે છે ત્યારે આપ દલિત – આદિવાસી – ઓ.બી.સી સમાજનું હિત ઈચ્છતા હો તો આપ
આપનું મોન તોડી જવાબ આપશો.