થાનગઢ હત્યાકાંડમાં ન્યાય ઝંખતા પીડિત દલિત પરિવારો માટે દલિત અધિકાર સંમેલન: રોહિત બનાવમાં મગરના આંસુ, થાનગઢના બનાવમાં મૌન?

મંજુલા પ્રદીપ*, કિરીટ રાઠોડ** અને દીપિકા રાઠોડ***/

તાજેતરમાં હૈદરાબાદ યુનીવર્સીટીના રિસર્ચ સ્કોલર દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાના બનાવ સંદર્ભે નરેન્દ્ર મોદી, (વડા પ્રધાન)એ મગરના આંસુ સાર્યા પણ ગુજરાતના થાનગઢમાં ત્રણ નવલોહિયા દલિત યુવાનોને પોલીસની ગોળીએ વીંધી નાખ્યા, ત્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ફરજ બજાવતા હતા અને બનાવના સ્થળથી માંડ ૫૫ કી.મી ના અંતરે વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં લીમડી મુકામે ઉપસ્થિત હતા. પણ તેઓએ ચુપકીદી સેવીને ગુજરાતના દલિતોને ભારો ભાર અન્યાય કેમ કર્યો તેવો સવાલ આજે ગુજરાતના અને ભારત દેશના દલિતો પૂછી રહ્યા છે.

૨૬ જાન્યુઆરી ૨૦૧૬ ( પ્રજાસત્તાક દિન) ની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આજરોજ થાનગઢ હત્યાકાંડના ત્રણ દલિત યુવાનોની ગુજરાત પોલીસ દ્વારા નિર્મમ હત્યાના બનાવમાં ત્રણ વર્ષથી વધુનો સમય વીતી જવા છતાં કહેવાતા ગતિશીલ ગુજરાતમાં, આ બનાવની તપાસ મંથર ગતિએ ચાલતી હોઈ સુરેન્દ્રનગરમાં દલિત અધિકાર રેલી / સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા રેલીની મંજુરી ન આપી ફરી એકવાર ભા.જ.પ સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દલિતોને પોતાના અધિકારોની માંગણી કરતા અટકાવી અન્યાય કર્યો છે.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘડાયેલ બંધારણના અમલના ૬૫ વર્ષ પુરા થશે. તેમ છતાં, બંધારણીય અધિકારો ના ભંગના બનાવોમાં દલિત સમાજને ન્યાય અપાવવામાં ગુજરાત સરકાર અને એની સાથે જોડાયેલ તમામ તંત્રો દ્વારા ભેદભાવ ભર્યું વલણ દાખવેલ હોવાનું સાબિત થાય છે.

તારીખ ૨૨ અને ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ, સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામે પોલીસે ફાયરીંગ કરીને ((૧). પંકજ અમરસિહ સુમરા ઉ. ૨૬ વર્ષ (૨). મેહુલ વાલજીભાઈ રાઠોડ ઉ. ૧૬ વર્ષ અને (૩). પ્રકાશ બાબુભાઈ પરમાર ઉ. ૧૫ વર્ષ, આ ત્રણ દલિત યુવાનોની, પોલીસ દ્વારા જાહેર જગ્યા ઉપર ,બંદુક અને રાયફલ ( A. K. 47) દ્વારા ક્રુરતાથી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ધટનાને ત્રણ વર્ષ અને ચાર માસનો સમય વીતવા છતાં ભોગ બનેલ દલિત યુવાનોના માતા-પિતા તેમજ કુટુંબી જનો, ન્યાયથી વંચિત રહ્યા હોઈ, ગુજરાતની વર્તમાન સરકારે , પટેલો પોતાના અને દલિતો પારકા જેવો ધાટ ઘડાયો છે.

તાજેતરમાં પટેલ અનામત આંદોલનના તોફાનોમાં પોલીસ અત્યાચારમાં માર્યા ગયેલા મૃતકોના પરિવારોને લાખો રૂપિયા ભા.જ.પ.સરકારના પટેલ મુખ્યમંત્રી દ્વારા ખાસ કિસ્સા તરીકે આપ્યા અને વધુમાં પટેલ સમાજ ઉપર તોફાનો દરમ્યાન થયેલ કેશો પણ પાછા ખેચ્યાની જાહેરાત કરીને પટેલ પ્રેમ બતાવ્યો પણ થાનગઢના ત્રણ દલિત યુવાનોના મોતમાં દલિત પ્રેમ જોવા મળ્યો નહી.

ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી કરતી ભા.જ.પ સરકારમાં થાનગઢ હત્યાકાંડની ઉચ્ચકક્ષાની તપાસ સમિતનો અહેવાલ ૧-૫-૨૦૧૩ ( ૩૨ મહિના ) થી ધૂળ ખાય છે. દલિતો ઉપર થતા અત્યાચારોમાં અનામત ઉપર ચુંટાયેલ ૧૩ દલિત ધારાસભ્યો અને ૨ સંસદસભ્યો સહીત શાષક પક્ષ અને વિરોધ પક્ષની મૌન ભૂમિકા જોવા મળે છે, જે ખુબજ દુખની બાબત છે.

એટલે હવે આ જવાબદારી સમગ્ર દલિત અને શોષિત સમાજે સંગઠન કરી તાત્કાલિક ઉપાડી લેવી પડશે. થાનગઢ હત્યાકાંડના બનાવમાં ભોગ બનેલ યુવાનોના પરિવારોને ટેકો અને હૂફ પૂરી પાડી ન્યાયિક લડત ઉપાડવાની દલિત સમાજના બહેનો અને ભાઈઓએ પ્રતિજ્ઞા લીધી હતી.

ડો.બાબા સાહેબ આંબેડકર ભવન, સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજનાની હાજરીમાં થાનગઢ હત્યાકાંડમાં ઝડપી ન્યાયિક કાર્યવાહી માટે ગુજરાતમાં તમામ તાલુકા અને જીલ્લા સ્તરે ધરણા, રેલી યોજી આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સભાના અંતે મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપીને નીચે મુજબની માંગણીઓમાં ઝડપી કાર્યવાહીની માંગ કરવામાં આવી.

માંગણીઓં :

  • થાનગઢ હત્યાકાંડની તપાસ માટે સીટની રચના કરવી .
  • આરોપીઓમાના (PSI) બી.સી.સોલંકી ની તત્કાલીત્ક ધરપકડ કરવી .
  • ગુન્હા રજી નં ૭૧/૨૦૧૨ અને ૭૨/૨૦૧૨ ની ફરિયાદની તપાસમાં જવાબદાર તપાસ અધિકારીઓની ફરજમાં બેદરકારી વિરુદ્ધ કાર્યવાહી કરવી. ગુન્હા રજી નં ૭૧/૨૦૧૨ અને ૭૨/૨૦૧૨ ની ફરિયાદની ચાર્જશીટ કરીને તાતકાલીક કોર્ટની કાર્યવાહી શરુ કરાવવી.
  • થાનગઢ હત્યાકાંડનો તપાસ અહેવાલમાં કરેલ ભલામણ મુજબ કાર્યવાહી ન કરવા માટે ગૃહ વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીઓની સામે ન્યાયિક અને યોગ્ય કાર્યવાહી કરવી.
  • થાનગઢ હત્યાકાંડનો તપાસ અહેવાલ મૃતકના પરિવારને આપી જાહેર કરવો.. અહેવાલમાં કરેલ ભલામણ મુજબ કાર્યવાહી કરવી.
  • પટેલ સમાજ ઉપર થયેલ કેશો પાછા ખેચ્યા, તો હવે થાનગઢ સહીત સમગ્ર રાજ્યમાં દલિત, આદિવાસી અને મુસ્લિમ સમાજ ઉપર થયેલ પોલીસ કેશો દિન-૧૦ માં પાછા ખેચવા.
  • પોલીસ અત્યાચારમાં પટેલ સમાજના મૃતક યુવકોનેને ગુજરાત સરકાર દ્વારા લાખોની સહાય ચુકવવામાં આવી છે. તો તે મુજબ, થાનગઢ સહીત સમગ્ર રાજ્યમાં દલિત. આદિવાસી અને મુસ્લિમ સમાજ ઉપર પોલીસ અત્યાચારના ભોગ બનેલ પીડિત પરિવારોને સહાય ચૂકવો.
  • થાનગઢ હત્યાકાંડમાં ભોગબનેલ પરિવારોને તાત્કાલિક ખેતીની જમીનની ફાળવણી કરવી.

ઉપરોક્ત માંગણીઓમાં સરકાર જો તાત્કાલી નિર્ણય નહિ કરે સમગ્ર દલિત અને શોષિત સમાજ વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં મતની તાકાતનો પરચો બતાવશે.

સુરેન્દ્રનગર જીલ્લામાં વર્ષ – ૨૦૧૧ થી ૨૦૧૫ સુધીમાં દલિત સમાજ ઉપર થયેલ અત્યાચારમાં (૭) ખૂન, (૧૨)બળાત્કાર (૧) અપહરણ (૧૬) મહાવ્યથા (૩૪૯) અપમાન ના બનાવોમાં ૩૮૫ કુલ હિંસામાં ૪૮૧ કુટુંબ ભોગ બનેલ છે.

થાનગઢ હત્યાકાંડના બનાવોને લગતી અગત્યની માહિતી

  • ૨૨/૯/૨૦૧૨ – પ્રવીણભાઈ હમીરભાઈ દ્વારા પાંચ આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૬૩/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી. સુરેન્દ્રનગર સ્પે.એટ્રો કેશ નં -૪૩/૧૪ છે. કેશ કોર્ટમાં પેન્ડીંગ છે.
  • ૨૩/૯/૨૦૧૨ – કે.પી.જાડેજા (P.S.I) દ્વારા ૮ દલિતો ને ૨૦૦ જેટલા દલિત સમાજના ટોળા વિરુદ્ધ I.P.C ની કલમ – ૩૦૭ અને અન્ય કલમો હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૬૮/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી. આ કેશ ચોટીલા કોર્ટમાં પેન્ડીંગ છે.  (નોંધ- આ કેશમાં ફરિયાદી અથવા સાહેદોને દલિત સમાજના ટોળાઓએ સમગ્ર બનાવ દરમ્યાન પોલીસ, હોમગાર્ડ અથવા અન્ય કોઈનું ખૂન કરવાની કોશિષ કરેલાનું તેમજ સરકારી માલ મિલકતને નુકશાન કરી આગ લગાડવાનો પ્રયાસ કર્યાનું તપાસ દરમ્યાન જણાયેલ ન હોઈ CID ક્રાઈમ દ્વારા IPC – ૩૦૭ જેવો ગંભીર ગુનો બન્યો ન હોઈ આ કલમ રદ કરવાનો રીપોર્ટ આપેલ છે.)
  • ૨૩/૯/૨૦૧૨ – સી.આર.કોટડ (Dy.s.p). લીમડી દ્વારા ૧૫ દલિતો વિરુદ્ધ I.P.C ની કલમ – ૩૦૭ અને અન્ય કલમો હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૬૯/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી.  (નોંધ – આ બનાવમાં એક દલિત વ્યક્તિની ધરપકડ કરીને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ છે. અને હાલ કોર્ટમાં કેશ પેન્ડીંગ છે. બાકીના આરોપી પડવાના બાકી હોવાનું પોલીસ કહે છે.)
  • ૨૬/૯/૨૦૧૨ – અમરશીભાઈ લાખાભાઈ સુમરા (મૃતક પંકજના પિતા) દ્વારા કે.પી.જાડેજા સહીત ૫ આરોપીઓ વિરુદ્ધ I.P.C ની કલમ – ૩૦૨ અને અન્ય કલમો હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૭૧/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી. (નોંધ – આ ફરિયાદના આરોપી બી.સી. સોલંકી (PSI) ની ધરપકડ હજુ સુધી કરેલ નથી. આ બનાવ સ્પે. એટ્રો કેશ નં – ૧૮/૨૦૧૪ થી સુરેન્દ્રનગર કોર્ટમાં પેન્ડીંગ છે.)
  • ૨૬/૯/૨૦૧૨ – વાલજીભાઈ બેચરભાઈ રાઠોડ (મૃતક મેહુલના પિતા) દ્વારા કે.પી.જાડેજા સહીત ૫ આરોપીઓ વિરુદ્ધ I.P.C ની કલમ – ૩૦૨ અને અન્ય કલમો હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૭૨/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી.
  • ૨૬/૯/૨૦૧૨ – નટુભાઈ આલાભાઇ પરમાર (મૃતક પંકજના કાકા) દ્વારા કે.પી.જાડેજા સહીત ૫ આરોપીઓ વિરુદ્ધ I.P.C ની કલમ – ૩૦૨ અને અન્ય કલમો હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૭૨/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી. (નોંધ – મેહુલ અને પંકજના ખૂનના બનાવની ફરિયાદમાં આજ દિન સુધી CID ક્રાઈમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.)

*નિયામક, નવસર્જન ટ્રસ્ટ, ગુજરાત; **કિરીટ રાઠોડ, ક્ષેત્રિય સંચાલક, નવસર્જન ટ્રસ્ટ, ગુજરાત; ***દીપિકા રાઠોડ, તાલુકા સંચાલક, ચોટીલા, નવસર્જન ટ્રસ્ટ

Advertisements

One thought on “થાનગઢ હત્યાકાંડમાં ન્યાય ઝંખતા પીડિત દલિત પરિવારો માટે દલિત અધિકાર સંમેલન: રોહિત બનાવમાં મગરના આંસુ, થાનગઢના બનાવમાં મૌન?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s