નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ વેસ્ટ ઝોન પુના દ્વ્રારા અદાણી હજીરા પોર્ટ સુરત બાબતે માછીમારોએ કરવામાં આવેલ કેસમાં અપાયેલ ચુકાદાની વિગતો

એમ એસ એચ શેખ*/

ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વ્રારા સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાં હજીરા ગામ ખાતે આવેલ દરિયાની જમીન શેલ ગૃપને મલ્ટી કાર્ગો પોર્ટ અને એલએનજી ટર્મિનલ બનાવવા માટે ૧૯૯૯માં આપેલ હતી. જે માટે શેલ દ્વારા પર્યાવરણીય સંમતિ પત્ર ૨૦૦૩માં લેવાયેલ હતું. એલએનજી ટર્મિનલનું નિર્માણ શેલ દ્વારા થયેલ હતું પરંતુ કાર્ગો પોર્ટનું કામ પૂરું કરવામાં આવેલ ન હતું. ૨૩૧ હેક્ટર વિસ્તાર રેક્લેમેશનની પરમીશન લેવાયેલ હતી. અને તે માટે લેવાયેલ ૨૦૦૩ના પર્યાવરણીય સંમતિ પત્રની મર્યાદા ૫ વર્ષ પૂરી થઈ ગઈ હતી.

જે પછીથી અદાણી હજીરા પોર્ટ પ્રા લી, અને હજીરા ઇનફ્રાસ્ટ્રક્ચર પ્રા લી નામની કંપનીઓ દ્વારા શેલ પાસેથી એલએનજી ટર્મિનલ સિવાયનો વિસ્તાર લઈ કાર્ગો પોર્ટના બાંધકામને આગળ ધપાવેલ હતું. આ માટે પર્યાવરણીય અસરોના અભ્યાસ વિના પર્યાવરણીય સંમતિ પત્ર મેળવ્યા સિવાય ૨૦૦૭ થી રેક્લેમેશન અને પોર્ટ બનાવવાનું કામ ચાલુ રાખેલ હતું. જે બાબતે સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ ગુજરાત સરકાર અને ભારત સરકારને કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલાં લેવાયેલ ન હતા.

અંતે પર્યાવરણીય સંમતિ પત્ર મેળવવા માટે ૨૦૧૧માં ટીઓઆર વન અને પર્યાવરણ મંત્રાલય પાસેથી લેવામાં આવેલ હતો. તા ૧૪-૮-૨૦૧૨ ના રોજ પર્યાવરણીય લોક સુનાવણી યોજાઇ હતી. અને ૩જી મે ૨૦૧૩ના રોજ પર્યાવરણીય સંમતિ પત્ર આપી દેવાયું હતું. આ સંમતિ પત્રકમાં માછીમારોની જગ્યાઓને કે માછીમારીને કોઈ નુકસાન ન પહોચડવું એવી શરત રાખવામા આવી હતી.

જેને જુલાઇ 2013માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દિલ્લી ખાતે અપીલ નંબર ૭૯/૨૦૧૩ થી પડકારવામાં આવ્યું. જે અપીલ પછીથી પૂના ખાતે વેસ્ટ ઝોનની નવી શરૂ કરાયેલ ટ્રીબુનલ ખાતે તબદીલ કરવામાં આવી. પોર્ટના નિર્માણ અને વપરાશ માટે જીપીસીબી પાસે થી જરૂરી એનઓસી લેવાયેલ ન હતું.

આ પોર્ટના નિર્માણ માટે ડ્રેજિંગથી રેક્લેમેશન કરતી વખતે ૩૦ હેક્ટરના મેંગરુવને રેતીથી દાબી દઈ વિસ્તારનું રેક્લેમેશન કરી પોર્ટનું નિર્માણ કરવામાં આવેલ હતું જે ફોરેસ્ટ ડિપાર્ટમેંટની એફિડેવિટમાં સાબિત થયેલ હતું. દરિયાઈ ખાડીને સાંકડી કરી પૂરી દેવાયેલ હતી અને વર્ષોથી આંતરભરતીય વિસ્તારમાં પરંપરાગત માછીમારી કરતાં અનુસુચિત જનજાતિના પગડિયા (હળપતિ) માછીમારો તથા અન્ય માછીમારોને કોઈપણ જાતનું વળતર આપ્યા સિવાય હાંકી કાઢવામાં આવ્યા હતા.

CRZ અધિનિયમનું ઉલ્લંઘન કરી જૈવિક રીતે સજીવ કાદવવાળા આંતરભારતીય વિસ્તારમાં રેક્લેમેશન કરી તેનો નાશ કરવામાં આવેલ હતો કે જ્યાં લેવટા નામના મત્સ્યજીવ રહેતા હતા અને સ્થાનિક લોકોનો મુખ્ય આહાર હતો. પર્યાવરણ પર પડનારી અસરોના અભ્યાસ રિપોર્ટમાં હજીરા પોર્ટ નજીક વિસ્તારમાં આવેલ લોંગબિલ અને બ્લેકબેક ગીધની હાજરી અને હજીરા ફોરેસ્ટમાં તેમના આહાર સાઇટની માહિતી છુપાવવામાં આવેલ હતી.

વન અને પર્યાવરણ મંત્રાલયના કાર્યાલય આદેશ તા ૩જી નવેમ્બર ૨૦૦૯ મુજબ પાછલી અસરથી સંમતિ પત્ર અપાયેલ હતું. જે મૂળ પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૮૬ અને CRZ અધિનિયમને અવગણીને જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂરી કર્યા વિના અપાયેલ ગણાય.

આ અપીલની મુખ્ય માંગો પર ટ્રીબુનલ દ્વારા નીચેના મુદ્દા પર ભાર મુકાયેલ હતો.
૧- ગેરકાયદેસર રીતે મેળવાયેલ ૩જી મે ૨૦૧૩ ના પર્યાવરણીય સંમતિ પત્રને રદ કરવામાં આવે.
૨- અદાણી પોર્ટ દ્વારા કરવામાં આવેલ પર્યાવરણને નુકસાન માટે વળતર ચુકવવામાં આવે, મેંગરુવના નાશ અને તેના રિસ્ટોરેશનની કિમતની ભરપાઈ કરવામા આવે, વગર પર્યવરણીય સંમતિ પત્રક થયેલ ગેરકાયદેસર પોર્ટ નિર્માણ અને રેક્લેમેશનને લીધે પર્યાવરણને થયેલ નુકસાનની ભરપાઈ કરવામાં આવે.
૩- હજીરા ખાતે આવેલ પોર્ટ નિર્માણને લીધે ખાડીના મુખ સાંકડા/વિભાજિત/દબાણયુક્ત થયેલ છે કે કેમ અને તેના લીધે માછીમારીને નુકસાન થયેલ છે કે કેમ? જો માછીમારોને આર્થિક નુકશાન થયેલ હોય તો વળતરમાટે યોગ્ય હુકમ કરવામાં આવે.

આ કેસનો ચુકાદો તા ૮ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ નેશનલ ગ્રીન ટ્રીબુનલ (વેસ્ટ ઝોન પુના) દ્વારા આપવામાં આવ્યો છે જેની માહિતી આ મુજબ છે:
1…..
અપીલનો સ્વીકાર કરવામાં આવેલ અને પર્યાવરણીય સંમતિ રદ કરવામાં આવે છે.
2……
અદાણી હજીરા પોર્ટ પ્રા લી, અને હજીરા ઇનફ્રાસ્ટ્રક્ચર પ્રા લી એ ૨૫ કરોડ રૂપિયા ૪ અઠવાડિયામાં સુરત કલેક્ટર પાસે જમા કરાવવા, જે એસક્રો એકાઉન્ટમાં બીજા દિશાનિર્દેશો એનજીટી (પ્રેક્ટિસ એન્ડ પ્રોસીજર) રુલ્સ ૨૦૧૧ મુજબ વળતર અને પુન:સ્થાપન માટે આદેશ થાય ત્યાં સુધી રાખવા. પ્રતિવાદીઓ દ્વારા જ્યારે કલેક્ટર પાસે પૈસા જમા થશે ત્યારે તેઓ આ આદેશ પાલનનો રિપોર્ટ આપશે.
3…..
અદાણી હજીરા પોર્ટ પ્રા લી, અને હજીરા ઇનફ્રાસ્ટ્રક્ચર પ્રા લી દરેક વાદીને ૨ લાખ રૂપિયા આ કેસના થયેલ કાયદાકીય ખર્ચ પેટે ચૂકવશે. અને પોતાનો ખર્ચ પોતે ભોગવશે.
4…..
ઉપરના દિશાનિર્દેશોના પાલન ન થાય તો ૨૫ હેક્ટરના ખાડીના વર્તુળ વિસ્તારમાં થયેલ રેક્લેમેશનને તોડી પાડી જમીનને મૂળ સ્થિતિમાં કલેક્ટર સુરત લાવશે.
5……
૨૦૦૩ અને પડકારેલ ૨૦૧૩ના પર્યાવરણીય સંમતિ પત્રની શરત મુજબ મેંગરુવના વનીકરણ બાબતે ખરેખર થયેલ મેંગરુવ વનીકરણ માટે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર (DSLR) અને વન સંરક્ષક પાસે ૬ અઠવાડિયામાં રિપોર્ટ માંગવામાં આવશે. જો પાલન થયેલ ન જણાય આવ્યે વધુ બાંધકામ પ્રવૃતિ કે પડકારેલ પર્યાવરણીય સંમતિ પત્ર મુજબની પોર્ટ વિસ્ત્રુતિકરણ ગતિવિધિ સ્થગિત કરવામાં આવશે.


*પર્યાવરણવાદી, જેમણે  કેસમાં તમામ ટેક્નિકલ અને કાયદાકીય મદદ  કરી હતી


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s