પંક્તિ જોગ*/
રાજસ્થાનમાં હાલમાં ૧૦૦ દિવસની એક જવાબદેહી યાત્રા ચાલી રહી છે. ૧ ડીસેમ્બર ૨૦૧૫ ના રોજ જયપુરથી આ યાત્રા નો પ્રારંભ થયો છે અને ૯ માર્ચ સુધી યાત્રા તમામ જિલ્લાઓમાં પહોંચશે.દરેલ જીલ્લામાં ૨ દિવસ ક્ષેત્રમાં અને ત્રીજા દિવસે જીલ્લા સ્તરે જન-સુનવાઈ અને “શિકાયત મેલા” નું આયોજન થાય છે.
યાત્રામાં ‘સૂચના એવમ રોજગાર અધિકાર અભિયાન’ ના સાથી સંગઠનો તેમજ દેશભરમાંથી લગભગ ૮૦ જેટલા કર્મશીલો જોડાયા છે.
ગુજરાતમાંથી “RTI on Wheels” – માહિતી અધિકાર વાહન સાથે માહિતી અધિકાર ગુજરાત પહેલના સાથીઓ પણ યાત્રામાં જોડાયા છે.
જવાબદેહી યાત્રા અજમેર, ભીલવાડા, કોટા, ડુંગરપુર, રાજસમંદ, પાલી, જાલોર, સિરોહી, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડ ગઢ , પ્રતાપ ગઢ, બુંદી જીલ્લા પર કરી ઝાલાવાડ જીલ્લા માં પહોંચી છે.
યાત્રામાં અત્યારસુધી માં ૭૦૦૦ ઉપરાંત ફરિયાદો અને અરજીઓ થઇ ચુકી છે. યાત્રા રાશન, પેન્શન, નરેગા, આરોગ્ય અને શિક્ષણના મુદ્દે આવતી તમામ ફરીયાદોની ઓનલાઈન ફરિયાદો અને માહિતી અધિકારની અરજીઓ કરાવે છે અને તેની સાથે સાથે સરકાર લોકો પ્રત્ય્રે જવાબદેહી બને તે માટે, એક મજબૂત “રાજસ્થાન જવાબદેહિતા કાયદો ૨૦૧૫” ને પસાર કરવા માટેની માંગણી કરી રહી છે. આ કાયદાનો પહેલો મૂસ્સદ્દો યાત્રાએ સરકાર સમક્ષ અને લોકો સમક્ષ મુક્યો છે.
જવાબદેહી યાત્રાને ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તે જોઇને પ્રશાસન, તંત્ર પણ દબાણમાં છે. ઘણી જગ્યાએ રાશન ની ફરિયાદો આવે ત્યાં બીજા દિવસે રાશન નો દુકાનવાળો સામેથી લોકોને “રાશન” લઇ જવા માટે કહી રહ્યા છે. ખેડૂતોને પાક વિમાની બાકી નીકળતી રકમ સરકાર કેમ કરીને સામેથી ચૂકવી રહી છે. કોટા જીલ્લામાં જીલ્લા સ્તરીય બેઠકમાં કલેકટરે સીલીકોસીસના દર્દીઓને સામુહિક કેમ્પ દ્વારા વળતરની રકમ ચુકવવાનું આયોજન કર્યું.
યાત્રાની “જવાબદેહી કાયદાની” માંગણી સાથે હવે લોકો જોડાઈ રહ્યા છે , “ સવાલ હૈ સવાલ હૈ જવાબ દો જવાબ દો – રાશન કા સવાલ હૈ, પેન્શન કા સવાલ હૈ…. “ જવાબદેહી યાત્રા જવાબ માંગે રે કી બોલો કયું નહિ રે ?”
આ ગીત, શેરી નાટક અને ઠેકઠેકાણે રેલી અને સુત્રોચ્ચાર સાથે યાત્રા ખુબજ અસરકારક બની રહી છે. સાથે સાથે ડીજીટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશની કમ્પ્યુટર ટીમ ૩ વાહનો સાથે સજ્જ છે, તે દરેક ફરિયાદને ઈન્ટરનેટના માધ્યમ થી ઓનલાઇન દાખલ કરીને તેનું મોનીટરીંગ કરે છે.
યાત્રા ની વધતી જતી સફળતા અને અસરકારકતા અસામાજિક તત્વો, ભ્રસ્ટાચારી અધિકારીઓ અને નેતાઓનો નડતરરૂપ બની રહી છે. આજે ઝાલાવાડ જીલ્લામાં અક્લેરા વિસ્તારમાં ધારાસભ્ય કુંવરલાલ મીણાના આગેવાની નીચે એક ટોળાએ યાત્રીઓ પર લાઠીવડે હુમલો કર્યો.
મજદૂર કિસાન શક્તિ સંગઠન ના પાયાના કાર્યકર શ્રી શંકરસિંગ, અનુરાગ, કમલ ટાંક તેમજ અન્ય ૨૦ જેટલા સાથીઓ તેમાં ઘાયલ થયા છે.
આ લાંછનાસ્પદ કૃત્યને ઝાલાવાડના મનોહરથાના મત-વિસ્તારના બીજેપી ના ધારાસભ્ય કુંવર મીણાએ આગેવાની આપી. કુંવરલાલ મીણા પર ૬ ગુના નોંધાયેલ છે તેમાં ઘટક હુમલો કરવાના અને ચોરી લુંટફાટને આગેવાની આપવાના કેસીસ છે. અક્લેરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે, પણ પોલીસ હજુ કોઈને પકડી શકી નથી.
જનપથ અને માહિતી અધિકાર ગુજરાત પહેલ, આ કૃત્યની ઘોર ટીકા કરે છે. સંસ્થાના હરિણેશ પંડ્યાએ કહ્યું કે, જવાબદેહી યાત્રાએ ખુબજ પાયાના મુદ્દાઓ ઉપાડ્યા છે.
હજારોની સંખ્યામાં ફરિયાદો નોંધાઈ છે, અને અરજીઓ થઇ છે. સરકારે આ પ્રશ્નોનો જવાબ આપવો પડશે એટલે એક લોકશાહી ઢબે ચાલતા આંદોલન પર હુમલો કરાવે તે શરમજનક બાબત છે, અને પોલીસ તે ઘટનાની મુક સાક્ષી બનીને જોતી રહે તે નિંદનીય છે. જવાબદેહી યાત્રા ચાલુ રહેશે અને આ કૃત્યનો જવાબ હવે દેશભરનામાંથી માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરીને કર્મશીલો માંગશે”.
રાષ્ટ્રીય સ્તરે સામાજિક કાર્યકરો, અને ચળવળોએ આ હુમલામાટે જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે. જવાબદેહી યાત્રાને વધુ મજબૂત કરવા હવે દેશભરના લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાશે.
—
*માહિતી અધિકાર ગુજરાત પહેલ