અમદાવાદ જીલ્લામાં ૬૭.૦૩% કુટુંબોને, ડાંગ જીલ્લાનાં ૮.૪૦% કુટુંબોને શુદ્ધ કરેલ પાણી આપવામાં આવે છે

water.jpgપાથેય બજેટ સેન્ટર/
વસ્તી ગણતરી ૨૦૧૧ના આંકડાઓ પ્રમાણે રાજયમાં ૪૦% કુટુંબોને શુધ્ધ કરેલ સ્ત્રોતમાંથી નળદ્વારા પાણી આપવામાં આવે છે, જ્યારે ૬૦% કુટુંબોને અન્ય સ્ત્રોતથી પાણી આપવામાં આવે છે, શહેરી વિસ્તારોમાં શુધ્ધ કરેલ સ્ત્રોતોમાંથી પાણી મેળવનાર કુટુંબો ની સંખ્યા વધારે.

સામાજિક વિકાસના મુખ્ય પાસાઓમાં શિક્ષણ અને આરોગ્ય એ અગત્યના પરિબળો છે અને સારા આરોગ્ય માટે પીવાના પાણીની સુવિધા એ મહત્વપૂર્ણ જરૂરિયાત છે કારણ કે ગરીબ લોકો કે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો કે ગ્રામીણ ક્ષેત્રમાં રહેનારા લોકોને પાણી જન્ય રોગોનો સામનો કરવો પડે છે.

જો દરેક કુટુંબને શરૂ કરેલ સ્ત્રોતમાંથી પાણી આપવામાં આવે તો પાણી જન્ય રોગોનો અટકાવ કે રોકથામ થઈ શકે અને લોકોને આરોગ્યની સેવા લેવા માટે પૈસા ન ખર્ચવા પડે વસ્તી ગણતરી ૨૦૧૧ના આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં કુલ કુટુંબો ૧,૨૧,૮૧,૭૧૮ પૈકી ૪૦% કુટુંબોને (૪૮,૫૩,૧૯) ને શુધ્ધ કરેલ સ્ત્રોતમાંથી નળ દ્વારા પાણી મળે છે.

બાકી અન્ય ૬૦% કુટુંબો અન્ય સ્ત્રોત જેમ કે ઢાંકેલા, કુવા, ખુલ્લા કૂવા, શુધ્ધ ન કરેલ સ્ત્રોતમાંથી નળ દ્વારા, ડંકી, પાતાળ કૂવા, ઝરણા નદી વગેરેનો ઉપયોગ કરે છે. આમ શહેરોમાં જયાં મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરે છે, ત્યાં કુટુંબોને શુધ્ધ કરેલ સ્ત્રોતમાંથી નળ દ્વારા પાણી આપવામાં આવે છે.

અમદાવાદ જીલ્લામાં કુલ કુટુંબો ૧૪,૯૪,૬૫૬ પૈકી ૧૦,૦૨,૮૯૪ (૬૭.૦૩%) કુટુંબોને શદ્વ કરેલ પાણી આપવામાં આવે છે, જયારે વડોદરામાં ૫૨.૯૨%, રાજકોટમાં ૫૨.૯૩%, ગાંધીનગરમાં ૫૨.૬૦% સુરતમાં ૬૪%, કચ્છમાં ૪૦.૭૨% કુટુંબોને શુદ્વ સ્ત્રોતમાંથી નળ દ્વારા પાણી આપવામાં આવે છે.

સહુથી ઓછા કુટુંબોને શુદ્વ સ્ત્રોતમાંથી નળ દ્વારા પીવાનું પાણી ડાંગ જીલ્લાનાં ૮.૪૦% કુટુંબોને, દાહોદમાં ૭.૨૫%,નર્મદામાં ૧૨.૩૭%, બનાસકાંઠામાં ૧૫.૦૧%, સાબરકાંઠામાં ૧૧.૭૯%, પંચમહાલમાં ૧૦.૪૩% અને તાપી જીલ્લામાં ૧૫.૭૨% કુટુંબોને શુદ્વ કરેલ સ્ત્રોતમાંથી નળ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે.

ઉપરોકત આંકડાઓ પરથી ફલિત થાય છે કે રાજયમાં હજી ૬૦% કુટુંબોને શુદ્વ કરેલ સ્ત્રોતમાંથી નળ દ્વારા પાણી આપવાનો બાકી છે.

આશા રાખીએ, રાજય સરકાર દ્વારા પાણી પુરવઠાની સેવાઓ માટે નાણાકીય જોગવાઈમાં વધારો કરી તમામ કુટુંબોને શુદ્વ કરેલ સ્ત્રોતમાંથી નળ દ્વારા પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવે જેથી સામાજિક વિકાસમાં વધારો થાય.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s