હેમાંગ રાવલ/
કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિએશન એ એક સરકાર માન્ય રજીસ્ટર્ડ સંગઠન છે. આ સંગઠન દ્વારા ગુજરાતની ૨૫૦થી વધારે કોમ્પ્યુટર સોફ્ટવેર હાર્ડવેર ટ્રેનિંગ આપતી સંસ્થાઓં સંકળાયેલ છે. આમ અમારું સંગઠન એક લાખ થી વધુ આઈ.ટી વિધાર્થીઓનુ પ્રતિનિધિત્વ કરે છે. કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિએશનની વિધિવત સ્થાપના ૫ માર્ચ ૨૦૦૯ ના રોજ થયેલ હતી.
ભારતની આઝાદીની લડત વખતે કોઈ સોશિયલ મીડીયા અસ્તિત્વમાં નહોતું છતાં પણ નેતાઓ લાખોની ભીડ એકઠી કરી શકતા હતા અને અંગ્રેજોએ હાર સ્વીકારી ભારતને આઝાદી આપવી પડેલ છે.
ત્યારે સવાલ એ થાય છે કે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાથી શું તોફાનો અટકાવી શકાય કે આંદોલન દબાવી શકાય? ઈન્ટરનેટ બંધ કરવાની આડ અસરો ઉપર વિચારણા પણ કરવી જોઈએ. ઈન્ટરનેટ બંધ કરવાથી વેપાર-ધંધાને નુકસાન થાય જ છે. પરંતુ વિદ્યાર્થી જગતને પણ અભ્યાસમાં ખૂબ મુશ્કેલીઓ સર્જાઈ છે. ભવિષ્યના નાગરિકો માટે આ પ્રકારની સુવિધાઓમાં અડચણ એટલે ગુજરાત અને દેશની પ્રગતિમાં અવરોધ ઉભા કરવા સમાન છે.
વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઈન્ટરનેટ ઉપર આધારિત હોય છે. તેમને માટે અભ્યાસિક પ્રવૃતિ માટે મળતી તક ને રોકવી એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરારૂપ ગણાવી શકાય. સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની કાર્યવાહી ઓનલાઈન થાય છે ત્યારે પરીક્ષાર્થીઓ માટે પણ સમયસર કામગીરી કરવી અતિ આવશ્યક બનેલ છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિઓ પણ સરકાર દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે નેટવર્કિંગ સેવાઓ બંધ હોવાના કારણે આવા ગરીબ વિદ્યાર્થીઓ માટે ખરાબ અસરો ઉદભવી શકે છે.
ઈન્ટરનેટ સેવા બંધ કરવી એ એકમાત્ર ઉપાય હોત તો ૧૯૮૫મા અનામત આંદોલનને સફળતા ન મળી હોત. સોશિયલ મિડીયાની સેવા બંધ કરવા સિવાય શું કોઈએ અન્ય વિકલ્પો સરકાર પાસે ન હતા. ગભરાયેલી અસમંજસ સરકારનું આ ઉતાવળું પગલું શું ગતિશીલ ગુજરાત માટે અવરોધક સાબિત નહિ થાય? પોલીસ કે સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે તેજસ્વી વિદ્યાર્થીઓ કે નવા ઉદ્યોગ સાહસિકોના ભવિષ્ય સાથે ચેડા કરવા ન જોઈએ.
ઈન્ટરનેટ સેવાઓ બંધ હોવા છતાં લોકોએ જુદા જુદા એપ્લીકેશન દ્વારા પણ સમાચારોની આપ-લે કરતા હોય ત્યારે ઈન્ટરનેટ નેટવર્કિંગ સાઈટ બંધ કરવી કેટલી કારગત નીવડી છે? તે અંગે પણ તંત્રએ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે.
—
*પ્રમુખ, કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિયેશન