પંક્તિ જોગ*/
એક બાજુ સરકાર “સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “ઘરે ઘરે સંડાસ” બાંધવાના વાયદા કરી રહી છે. આ મિશનના “જાહેરાતો”માં અત્યારસુધીમાં કરોડોની રકમ ખર્ચાયેલી છે. સંડાસ ન ધરાવનાર પરિવારો ની સંખ્યા “ઝુંપડા” અને ગ્રામ્ય વિસ્તારમાં માં વધારે હોય તેવું સામાન્ય રીતે સરકારનું માનવું છે. એટલે તેની જાહેરાતોમાં પણ આ લોકોને લક્ષ માં રાખીને સંદેશો આપવાની કોશિશ કરવામાં આવી રહી છે.
માહિતી અધીકાર કાયદાની હેલ્પલાઇન ૦૯૨૪૦૮૫૦૦૦ પર નાગરીકો અને જાહેર માહિતી અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે પ્રત્યેક સંસ્થા/કચેરીએ અમુક રકમ “સ્વચ્છ ભારત મિશન” માં ખર્ચવાની છે તેનું ખાસ સૂચન છે.
પણ જયારે કહેવાતા ભણેલા ગણેલા, સુશિક્ષિત સંડાસ વાપરવાનું નકારે તો? અને તેઓ ખુલ્લામાં તેમનો સંડાસ (મળ) ફેંકવાનો આગ્રહ રાખે તો? સરકારે તેમના માટે શું વિચાર્યું છે? તે વિશે સરકાર પાસે કોઈ જવાબ નથી.
અમદાવાદ ના વાસણા વિસ્તારમાં આવેલ સહજાનંદ સોસાયટીના રહીશોને જીવવું મુશ્કેલ બની ગયું છે. ડેન્ગ્યું અને મલેરિયા ના કેસ ત્યાં અવાર નવાર બનવા માંડ્યા છે. લોકો હોસ્પિટલોમાં પાણીની જેમ પીસ વાપરી રહ્યા છે. પણ આરોગ્ય સુધરતું નથી. અને તેનું કારણ છે તેમની સોસાયટીમાં એક ખુલ્લો પ્લોટ છે.
તેના માલિકે એ પ્લોટ માં હજુ બાંધકામ કર્યું નથી. અને એક એડવરટાઈઝીંગ કંપનીને ભાડે આપ્યું છે. કંપની તેમનું હોર્ડિંગ ત્યાં લગાવે છે. પણ પ્લોટ ખુલ્લો હોવાના કારણે તેનો વપરાશ સંડાસ ઠાલવવા કરવામાં આવી રહ્યો છે.
આ સોસાયટીની બાજુમાં જૈન ઉપાશ્રય આવેલ છે, ત્યાં જૈન સાધ્વી, અને સાધુ ચાતુર્માસ દરમ્યાન રોકાતા હોય છે. જૈન ધર્મ ના નિયમો અનુસાર તેઓ સંડાસ નો ઉપયોગ કરતા નથી. અને તેમનો મળ આ ખુલ્લા પ્લોટ માં આવીને ફેલાવી દે છે. તેમની માન્યતા મુજબ જો મળ (ફેલાવી) પસરવી ન દે તો તેના જીવ જંતુ મરી શકે છે. તેથી ત્યાં ઘણી દુર્ગંધ પસરેલી હોય છે.
આ બાબતે ઘણી રજુઆતો કાર્ય બાદ રહીશોએ જૈન સાધુના ચરણે જઈને તેમની વ્યથા ઠાલવી, પણ તેમાં હાથમાં માં નિરાશા વગર કંઇજ ન આવ્યું. જૈન મુની તેમના પર નારાજ થયા. રહીશોએ મ્યુનીસીપલ કોર્પોરેશન ને અને પ્લોટ ના માલિકને વિગતવાર રજૂઆત કરી છે.
છેલ્લા ૨-૩ વર્ષ માં તેઓએ માનવ અધિકાર પંચ, ગાંધીનગર આરોગ્ય અને તબીબી સારવાર ખાતું, કોર્પોરેશન આ તમામ જગ્યાએ તેમને રજૂઆત કરી. તેમાં આ ગંદગી ના લીધે થઈને ઘરે ઘરે પસરાયેલી માંદગી વિશે વિગતવાર લખી આ પ્રકારે ગંદગી ફેલાવનાર લોકો સમક્ષ પગલા લેવામાટે જણાવ્યું. અધિકારીઓ આવ્યા ખરા. પણ જૈન ઉપાશ્રયમાંથી મળ ઠાલવવામાં આવે છે તેમ જાણીને પાછા જતા રહ્યા.
કોઈજ જગ્યાએથી કોઈ પણ પ્રકારની કોઈ મદદ ન મળી તો છેવટે આ રહીશોએ હવે માહિતી અધિકાર કાયદાનો સહારો લીધો છે.
તેમને માહિતી અધિકાર કાયદાની કલમ ૭ (૧) મુજબ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે કે તેઓ જાહેર અને ખાનગી જગ્યાએ થતી ગંદગી રોકવા માટે શું કરી રહ્યા છે? તેમની સત્તા શું છે? તેઓ નિયમ મુજબ ખાનગી મિલકત માં ફેલાતી ગંદગી રોકવા અને જવાબદાર સામે પગલા લેવામાટે સક્ષમ છે ખરા? અને તેમના કિસ્સામાં કોર્પોરેશન ને શું કાર્યવાહી કરી?
માહિતી અધિકાર કાયદાની જોગવાઈ મુજબ જયારે મામલો નાગરિકની જીન્દગી અને સ્વતંત્રતા સાથે નિકટતાથી સંકળાયેલ હોય, તો જાહેર સત્તામંડળે અરજી મળ્યાના ૪૮ કલાક માં જવા આપવો ફરજીયાત છે.
જો કોઈક સંજોગોમાં તમામ માહિતી આપવી શક્ય ન હોય અથવા સત્તામંડળ ના માનવા પ્રમાણે માહિતી ૪૮ કલાકમાં પૂરી પાડવી જરૂરી નથી તો તેમને ૪૮ કલાક માં નાગરિકને તેમના નિર્ણય ની જાન કરવી જોઈએ. પણ કોર્પોરેશન આ મુદ્દે કંઇજ ન કહેવાનો નિર્ણય કરી એકદમ ચુપ રહ્યા છે. આ મામલો હવે રાજ્ય માહિતી કમિશ્નર પાસે પહોંચ્યો છે.
હવે જોવાનું એ રહ્યું કે ધાર્મિક લાગણી અને માન્યતાના લીધે સહજાનંદના રહીવાશીઓ આ ગંદગી વેઠવાની રહેશે કે “સ્વચ્છ ભારત મિશન” ને હેતુ સાકાર કરવા અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવા સરકાર કંઇક પગલા લેશે…
—
*માહિતી અધિકાર ગુજરાત પહલ, અમદાવાદ