વિંઝરાણાના ઇન્ચાર્જ સરપંચે હીજરત કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અરજી કરી!

કાન્તિલાલ પરમાર/

પોરબંદર નજીકના વિંઝરાણા ગામના ઇન્ચાર્જ સરપચં ઉપર અનેક વખત હત્પમલો થયો હોવાથી તેમને પોલીસ પ્રોટેકશન અપાયું હતું પરંતુ એક મહીના કરતા વધુ સમયથી ફરી પ્રોટેકશનની માંગણી કરી હોવા છતાં અપાતું નથી તેથી તેઓ હીજરત કરીને પોરબંદર રહેવા ચાલ્યા ગયા છે અને મુસ્લિમ આતંકવાદીને ન્યાય માટે રાત્રે બે વાગ્યે પણ તક મળતી હોય તો મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો સારો તેમજ હીજરતી તરીકેના લાભો આપવા માંગ સાથે ધર્મ પરિવર્તન અંગેની પરવાનગી માંગતા ભારે ચકચાર જાગી છે.

પોરબંદરના વિંઝરાણા ગામના ઇન્ચાર્જ સરપચં અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેન સુમનભાઇ બેચરભાઇ ચાવડાએ ચાર પાનાની અરજી પાઠવીને જીલ્લા કલેકટર કમ જીલ્લા તકેદારી અધ્યક્ષ મારફતે રાષ્ટ્ર્રીય અનુસુચિત આયોગને કરેલી ફરિયાદમાં જણાવ્ું છે કે, વિંઝરાણા ગામે અનુસુચિત જાતિ ઉપર થતાં અત્યાચાર અને અસ્પુશ્યતા સામે સતત લડત આપી રહ્યા છે અને તેથી તેમના ઉપર અનેક વખત હત્પમલાઓ થયા છે જેની સામે એસ્ટ્રોસીટી એકટની કલમો હેઠળ પોલીસ ફરિયાદો પણ નોંધાવી છે અને જીવલેણ હત્પમલાઓમાં જે તે સમયે પોલીસે અનેક વખત તટસ્થ કામગીરી કરી નહીં હોવાથી તે અંગે પણ ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી અને ત્યારબાદ તેમને માર મારવામાં આવતા ૬૦ ટકા જેટલી કાયમી અપંગતા આવી ગઇ છે.

અપગં હોવા છતાં અન્યાય સામે પોતે લડતા હોવાનું જણાવી પોલીસ પ્રોટેકશન માંગ્યું હતું અને જે તે સમયે અપાયું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ પ્રોટેકશન પાછું ખેંચી લેવાયું છે અને તેથી પુન: પ્રોટેકશન માટે સુમનભાઇ ચાવડાએ જીલ્લા તકેદારી અધ્યક્ષ, પોલીસતંત્ર, જીલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીને લેખીત તથા મૌખીક તેમજ ટેલીફોનીક રજુઆતો કરી હોવા છતાં હજુ સુધી તેમને પોલીસ પ્રોટેકશન અપાયું નથી.

આથી નાછુટકે તેઓ વિંઝરાણા ગામથી હીજરત કરીને તેઓ પોરબંદરના એરપોર્ટ વિસ્તારમાં આવેલા સીતારામનગરમાં રહેવા આવી ગયેલા છે આથી કાયમી હીજરતી જાહેર કરીને મળવાપાત્ર થતાં લાભો આપવા માંગ કરી છે. તેમણે પાઠવેલા આવેદનમાં જણાવ્ું છે કે, આઝાદીના ૬૭ વર્ષ પછી પણ ઉપરોકત જણાવેલ અસ્પૃશ્યતા તથા છુઆછુતનો ભોગ બની જીવવા કરતા આ હિન્દુધર્મની અતિપછાત અનુ.જાતિમાં જન્મ લઇ મે એક સૌથી મોટું પાપ કર્યાની લાગણી હાલ હત્પં અનુભવી રહ્યો છું અને હવેહત્પં આ અનુ.જાતિનું વધુ અપમાનિત જીવન જીવી શકુ તેમ નથી તેથી મારે ના છુટકે કાયમી અત્યાચાર સામે ભયની જીંદગી જીવવા કરતા મુસ્લીમ ધર્મ અંગીકાર કરવો યોગ્ય લાગે છે.

કારણ કે એક મુસ્લિમ આતંકી યાકુમ મેમનને ન્યાય મેળવવાની તક માટે રાત્રે બે વાગ્યે પણ દેશની સુપ્રીમ કોર્ટ ખોલી ન્યાય મેળવવાની તક આપે છે પણ મને હિન્દુ ધર્મના અતિ પછાત વર્ગ એુવા ગરીબ દલીતને ન્યાય મેળવવા રાજય સરકાર તંત્રને એક પોલીસ કોન્સ્ટેબલનું પ્રોટેકશન ફાળવવા પણ યોગ્ય લાગતું ન હોય તો મને મુસ્લીમ ધર્મ અંગીકાર કરવો જ યોગ્ય લાગે છે તેમ જણાવીને ઉમેર્યુ છે કે, અત્યાર સુધી કોઇ યોગ્ય જવાબ મળ્યો નથી માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મંજુરી મળવી જોઇએ તેમજ કાયમી હીજરતી જાહેર કરવા પણ રજુઆત કરી છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s