આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાના કાર્યકરોને તંત્ર દ્વારા હેરાનગતિ કરી ખોટા કેસમાં ફસાવવાના પ્રયત્નો

આદિવાસી આંદોલનને કચડવાના આશયથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓના વિરોધમા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાનો નિવેદન:

એક તરફ આદિવાસી વિરૂદ્ધ અને ખેડૂતો વિરુદ્ધ તૈયાર થઈ રહેલી નીતિઓ જે કોર્પોરેટ ક્ષેત્ર ને ખેડૂતો ના જિવ સમાન જમીન આપી દેવા તત્પર છે તો બીજી તરફ રાષ્ટ્ર વ્યાપી ખેડૂતો એક મંચ ઉપર આવી સંઘર્ષ કરી આવી નીતિને રદ્દ કરવા માટે માંગણી કરી રહ્યા છે.

પર્યાવરણ ની રક્ષા તેમજ જળ જંગલ જમીન ના મુદ્દે સતત સંઘર્ષ આપતુ લોક આંદોલન એટલે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા.જેણે ગુજરાત સરકાર ની આદિવાસી વિરોધી નીતિઓ નો વિરોધ કરવાની સાથે સાથે જ્યાં ગુજરાત સરકાર નથી પહોંચી હતી ત્યાં પહોંચી આદિવાસી સમુદાય ને નાગરિક અધિકાર માટે સંઘર્ષ કરવા સજ્જ કરવા મથામણ શરૂ કરી.

ગુજરાત સરકાર ના વિકાસ ના પોકળ દાવાઓ ઊજાગર કરી નાખે તેવા ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તાર ના આદિવાસી લોકોની પરિસ્થિતિ ઓ દેશ સમક્ષ રજૂ કરી જેમ કે આજે પણ છોટાઉદેપુર ના ગામોમાં રોડ, રસ્તા, વીજળી,સ્વાસ્થ્ય, શિક્ષણ, ગંદા દારૂ , સરકાર દ્વારા ગેરકાયદે થતુ જમીન સંપાદન આદિવાસીઓના પ્રાણ પ્રશ્ન જેવા મુદ્દાઓ ને લઈ આદિવાસી સમાજ ના વિકાસ અર્થે સંઘર્ષ કર્યો તેમજ આઝાદી ના આટલા વર્ષો મા ગામોમાં પહેલી વાર વીજકરણ કરવા અને આદિવાસી ગામોનો અંધકારમય જીવન દૂર કરવા ગુજરાત સરકાર ને મજબૂર કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.પણ સંગઠનની વિકાસ લક્ષી પ્રણાલી ગુજરાત સરકાર ને પસંદ પડેલ નહી કારણ આમ થતા ગુજરાત સરકાર ના વિકાસ ના ગપગોળા તદ્દન જુઠ્ઠા છે તે સાબિત થઈ રહ્યું છે.

છેલ્લાં ઘણાં સમયથી આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા ધ્વારા આદિવાસી સમુદાય ના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આદિવાસી સમુદાય ના પ્રાણ સમાન બનેલા શિક્ષણ, આરોગ્ય, જમીન અધિગ્રહણ, પાક ખરીદી વેપારી આદિવાસી ને નાણાં ના ચૂકવે, ખોટા કેસમાં સંડોવણી કરી આદિવાસી ને હેરાન કરી માનવ અધિકારો નુ ઉલ્લંઘન કરે, આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે બીન આદિવાસી ને આપી આદિવાસી ને મોત ના મુહમા ધકેલવામા આવતા હોય કે જંગલ જમીન અધિકાર માન્યતા ધારો 2005/6 નુ ઉલ્લંઘન થતું રોકવા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા દ્વારા સંઘર્ષ ચાલુ છે.

જેના કારણે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા ના કાર્યકરોની ગુજરાત સરકાર ના તંત્ર દ્વારા હેરાનગતિ કરી ખોટા કેસમાં ફસાવવા તથા મારપીટ કરી આંદોલન ને દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવામાં આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા સંગઠન ઉપર સમાંતર સરકાર ચલાવવા જેવા આરોપો તાજેતરમાં લગાવવામાં આવ્યા હતા તે પણ છોટાઉદેપુર કલેકટર દ્વારા જ જેના કારણે જ મીડિયામાં ગુજરાતમાં નક્સલવાદ નો પગપેસારો જેવા સમાચારો એ જોર પકડ્યું હતું.

જિલ્લા છોટાઉદેપુર મા આંદોલન ની મજબૂતી અને લોકોની વિકાસ માટે થઈ રહેલી માગણીઓ દબાવવા બઘવાઈ ગયેલી ગુજરાત સરકારે આતંકવાદ નાથવા ના નામે છ તાલુકાના મોટા જિલ્લા છોટાઉદેપુર મા કલેકટર દ્વારા 144 લાદવામાં આવ્યો જેને ઉઠાવ્યો તેને માંડ દસ દિવસ થયા છે. આવી પરિસ્થિતિ છતાં આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો બનેલા મુદ્દાઓ માટે સંઘર્ષ કરતા અને આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા સંગઠનના અધ્યક્ષ શ્રી રોમેલ સુતરિયા વિરૂદ્ધ ગુજરાત સરકાર દ્વારા સીધી બાથ ભીડવા તથા આદિવાસી સમાજના લોકોનો અવાજ દબાવવા પ્રશાસન દ્વારા બદઈરાદા પૂર્ણ રોમેલ સુતરિયા વિરૂદ્ધ ખોટા આરોપીઓ ઊભા કરી 506 (1) (2) મુજબ ખોટી ફરિયાદ નોંધાવેલ છે.

રોમેલ સુતરિયા ને ફસાવવાના ખોટા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ગુજરાત સરકાર દ્વારા આચરવામા આવી રહેલી તદ્દન ગેરકાયદેસર નુ તથા ગરીબ આદિવાસી વિરૂદ્ધ નુ વલણ જોવામાં આવી રહ્યું છે. આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા તેમજ વિવિધ ગુજરાત ભરના લોકસંગઠનો ગુજરાત સરકાર ની લોકોનો અવાજ દબાવવા આચરવામા આવી રહેલી ગેરરીતીઓ નો સખત વિરોધ કરે છે.

આદિવાસી નેતા જયરામ ગામીત ને પાસા મા ફગાવ્યા સામે સંગઠન દ્વારા સંઘર્ષ પર ઉતરેલા તથા આદિવાસી સમાજના લોકોને સંવિધાન બચાઓ-દેશ બનાવો જેવા નારા સાથે સંગઠિત કરતા રોમેલ સુતરિયા ને ખોટી રીતે ફસાવવા માટે છોટાઉદેપુર પોલીસ મથકે નોંધવામાં આવેલ FIR નો સખત વિરોધ દર્શાવી જો આવી નીતિઓ બંધ કરવામાં નહી આવે તો જેમ 20-2-2015 ના રોજ વ્યારા, તાપી જિલ્લામાં આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી ગુજરાત સરકાર નો વિરોધ વ્યક્ત કરવા રેલી કાઢી ગુજરાત સરકાર નો વિરોધ કર્યો હતો તેવી જ વિવિધ રીતે આદિવાસી સમાજ ના વિકાસ ની માંગણીઓ ઉઠાવતા લોકો ઉપર તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ ખોટી નીતિઓ તેમજ ગુજરાત સરકાર નો વિરોધ વ્યક્ત કરવામાં આવશે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s