વડોદરા સ્થિત જન સંગઠનો પર્યાવરણ સુરક્ષા સમિતિ , સહિયર સ્ત્રી સંગઠન અને જ્યોતિ કર્મચારી મંડળ નો કેન્દ્ર સરકારના વટ હુકમને પડકારવાનો અહવાન:
છેલ્લા બે દશકાઓથી કેન્દ્ર, રાજ્ય સરકારો અને ઉધોગોના સંયુકત મોરચાએ ખેતી સામે અઘોષિત યુદ્ધ જાહેર કર્યું છે. સરકારો ઉધોગોને ખેતીની જમીનની લહાણી કરી રહી છે. આની સામે ચાલતા આંદોલનોએ ઊભા કરેલા મુદ્દાઓનો કેન્દ્ર, રાજ્ય સરકારો અને ઉધોગોના સંયુકત મોરચા પાસે જવાબ ન હોવાથી આંદોલનોને બદનામ કરવાના પણ પેતરા રચી રહ્યા છે.
સરકારની આ કુનીતિઓને કારણે ખેતપેદાશો અને ખોરાકમાં ઝેરી કેમિક૯સ પ્રવેશી ગયા છે અને તેને કારણે સમાજ મેડી-ક્લેમ પર જીવવા મજબૂર બન્યો છે. ઋતુઓ વગરની અને અતિરેક ઋતુઓવાળી દુનિયા તરફ સમાજ ઢસડાઈ રહ્યો છે.
દેશમાં અને ગુજરાતમાં સરકારની આવી કુનીતિઓ સામે ઠેર-ઠેર જન-આંદોલનો ચાલી રહ્યા છે. જન-આંદોલનોના સતત સંઘર્ષને કારણે આ પહેલાની કેન્દ્ર સરકારને અંગ્રેજોના વખતનો અન્યાયકારી અને લોકવિરોધી એવા ૧૮૯૪ના જમીન અધિગ્રહણ કાયદાને બદલવાની ફરજ પડી હતી. આ નવા કાયદામાં જમીન અધિગ્રહણ ઠોકી બેસાડવા કરતાં, તે પહેલા લોકોની સહમતી મેળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ‘જમીન સંપાદન, પુન:સ્થાપન, અને પુનૅવસવાટમાં પારદર્શિતા અને યોગ્ય વળતર મેળવવાનો અધિકાર કાયદો, ૨૦૧૩’ [The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013] નવો કાયદો બનાવમાં આવ્યો હતો.
આ કાયદાનો અમલ હજુ ૧ જાન્યુઆરી ૨૦૧૪થી જ થયો છે, તેવા સમયે મોદી સરકારે આ કાયદાને લોકવિરોધી અને વધારે પાંગળો બનાવવાએક વટહુકમ, ‘જમીન સંપાદન, પુન:સ્થાપન, અને પુનૅવસવાટમાં પારદર્શિતા અને યોગ્ય વળતર મેળવવાનો અધિકાર કાયદો, (એમેન્ડમેંટ ) ઓર્ડિનન્સ ૨૦૧૪’ બહાર પડ્યો છે. આમ કરી મોજૂદ નવા કાયદાને અંગ્રેજોના કાયદા જેવો જ અન્યાયકારી કાયદો બનાવવાની કોશિશ કરી રહી છે. આની સામે દેશભરમાં આંદોલનો ચાલી રહ્યા છે.
ગુજરાતમાં આના સંદર્ભમાં અમદાવાદ ખાતે જન–આંદોલનોની એક મીટિંગ મળી હતી અને તેમાં આ લોકવિરોધી અને પાંગળો બનાવવાર વટહુકમ, ‘જમીન સંપાદન, પુન:સ્થાપન, અને પુનૅવસવાટમાં પારદર્શિતા અને યોગ્ય વળતર મેળવવાનો અધિકાર (એમએન્ડમેંટ) ઓર્ડિનન્સ ૨૦૧૪’ સામે ગુજરાતભરમાં સંઘર્ષનો સંકલ્પ લેવાનો અને સામૂહિક લડત આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
તેના સંદર્ભમાં પર્યાવરણ સુરક્ષા સમિતિ, સહિયર (સ્ત્રી સંગઠન), અને જ્યોતિ કર્મચારી મંડળ તા. ૨૩-૨-૨૦૧૫, સોમવારના રોજ બપોરે ૧૨.૩૦ વાગેકલેક્ટર શ્રી, વડોદરાને સરકારના આ વટહુકમ, “The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement (Amendment) Ordinance 2014”ના વિરોધમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર અને તેની સાથે આ વટહુકમ (ઓર્ડિનન્સ)માથી બનાવેલ કાગળની થેલીમાં સજીવ ખેતીની ડુંગળી મોકલી આપવા પત્ર સુપ્રત કરશે.