૪૦ લાખ દલિતોના વિકાસના રૂ ૧૦ હજાર કરોડ ગુજરાતમાં વપરાયા નથી

કિરીટ રાઠોડ/
માહિતી અધિકાર હેઠળ સરકારી માહિતીના આધારે ગુજરાત રાજની પોલ ખુલી ગઈ છે. રાજ્યમાં ૪૦ લાખ દલિતોના વિકાસના ૧૦ હજાર કરોડ મોદી રાજમાં વપરાયા નથી. છેલ્લા ૮ વર્ષમાં ગુજરાત સરકારે અનૂસૂચિત જાતિના લોકોના વિકાસ અને કલ્યાણ માટે અનૂસૂચિત જાતિ ના વસ્તીના ૭% પ્રમાણે આયોજન પંચની ગાઇડલાન્યસ મુજબ રાજયના આયોજન બજેટ (પ્લાન બજેટ) માંથી દલિત સમાજ માટે ૭% વસ્તીના પ્રમાણે જોગવાઇ કરવાની જરૂર હતી.

પરંતુ આયોજન બજેટમાંથી ૭% જોગવાઇ કરવામાં આવેલ નથી અને જેટલી પણ બજેટની જોગવાઇ કરવામાં આવેલ છે તે પણ વર્ષના અંતે ખર્ચ કરવામાં આવેલ નથી. છેલ્લા ૮ વર્ષમાં દલિત સમાજના વિકાસ અને કલ્યાણ માટે ૭% વસ્તીના ધોરણે રૂ.૬૩૧૯ કરોડ રકમની ઓછી જોગવાઇ કરવામાં આવેલ છે.

ખાસ અંગભૂત યોજના હેઠળ દલિત સમાજના વિકાસ અને કલ્યાણ માટે જેટલી પણ જોગવાઇ કરવામાં આવે છે તે પણ વર્ષના અંતે પૂરેપૂરી વાપરવામાં આવતી નથી. તેની વિગતો વર્ષ – ૨૦૦૧ થી ૨૦૧૪ સુધીની જોગવાઈ અને ખર્ચની સામે વપરાયા વગરની રકમ રૂપિયા ૩૬૮૯.૬૯ (ત્રણ હજાર છસો નેવ્યાસી કરોડ રૂપિયા) છે.
વિશ્લેષણ બતાવે છે કે:

• વર્ષ – ૨૦૦૭-૦૮ થી ૨૦૧૩-૧૪ સુધીના બજેટમાં શીડ્યુલ્ડ કાસ્ટ સબ પ્લાનકે SCSP માં નિયમ કરતા ઓછી થયેલ ફાળવણીની રકમ – ૬૩૧૯ (કરોડ)
• વર્ષ – ૨૦૦૧-૦૨ થી ૨૦૧૩-૧૪ સુધીના બજેટમાં SCSP માં થયેલ જોગવાઈ સામે કરવામાં આવેલ ખર્ચ પછી વણ વપરાયેલ રકમ – ૩૬૮૯.૬૯ (કરોડ)
રાજ્યમાં સરકાર પોતાને પછાત જાતિના પ્રસ્થાપિત કરવામાં કોઈ કસર નથી છોડતી. જો એ ખરેખર પછાત જાતિ ( દલિતો, આદિવાસી, અને ઓ,બી.સી) ના હામી હોય તો નીચેના મુદ્દાનો જવાબ આપે.
• કેમ ગુજરાતના દલિતોને ભારત સરકારના આયોજન પંચની ગાઈડ લાઈન મુજબ વસ્તીના ધોરણે SCSP માં જોગવાઈ કરવામાં આવતી નથી?
• કેમ ગુજરાતના દલિતોના વિકાસ માટે બજેટની ૧૦૦% રકમ વાપરવામાં મોદી સરકારે ઉદાસીનતા વાપરી વિકાસથી વંચિત રાખ્યા ?
• કેમ ભારત સરકારના આયોજન પંચની ગાઈડ લાઈન મુજબ SCSP માટે ૭૮૯ કોડ ઓપન કરવામાં આવતો નથી.
• કેમ ગુજરાતના ૪૫ લાખ દલિતોના વિકાસ માટે રૂપિયા ૧૦૦૦૮.૮૯ (કરોડ) ન વાપરી મોદી સરકારે ભારોભાર અન્યાય કર્યો ?
• કેમ ગુજરાતના નરેન્દ્ર મોદી (મુખ્યમંત્રી) દ્વારા અનુસુચિત જાતિ પેટા યોજનાના કડક અમલ માટે દર વર્ષે મીટીંગ બોલાવતા નથી ? મોદીએ માત્ર બે વખત તેની સમીક્ષા બેઠક કરી હતી. જે પૈકી ઓગષ્ટ ૨૦૦૩માં એક બેઠક મળી હતી. એ વખતે સમિતીની રચના કરવામાં આવી હતી. ત્‍યારબાદ જુન ૨૦૦૪માં આની બેઠક મળી હતી.
• કેમ ગુજરાતમાં તાલુકા સ્તરે ડો.આંબેડકરના ભવનની યોજના મોદી સરકારે બંધ કરી ?
• કેમ ગુજરાતમાં મોદી સરકારે વર્ષ – ૨૦૧૦ થી ૧૩ સુધીના બજેટમાં આ યોજના મંજુર ન કરી ડો. આંબેડકરનું આપમાન કર્યું ?
• કેમ ગુજરાતમાં ડો. આંબેડકરનું સ્ટેચ્યુ બનાવવાની યોજના મોદી સરકાર બનાવતી નથી ?
• કેમ ગુજરાતમાં મોદી સરકાર દ્વારા દલિતોને ભારોભાર અન્યાય ?
• શું દલિતો આ દેશના નાગરિક ખરા કે નહિ?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s