કિરીટ રાઠોડ/
સમગ્ર ભારતમાં હાલમાં લોકસભા ચુંટણી – ૨૦૧૪ ની ચુંટણી અંતિમ તબ્બકામાં છે. ત્યારે આપને ગુજરાતની છ કરોડની વસ્તીના મતદારો વતી આપની સમક્ષ જાગૃત મતદાર તરીકે ન્યાયના હિતમાં કાર્યવાહી કરવા નીચેની હકીકતો ધ્યાન લેવું જરૂરી છે. આ વિષે એક રજૂઆત ગુજરાતના રાજ્યપાલશ્રી ને પણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૧માં ગુજરાતના તમામ ૩૩ જીલ્લાઓમાં સદભાવના ઉપવાસ યોજ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી દ્વારા જાહેર જનતાની મેદની વચ્ચે જિલ્લાને મળતી ગ્રાન્ટ ઉપરાંત કરોડો રૂપિયાના સ્પે.પેકેજ જાહેર કર્યા હતા. આ જાહેર કરેલ પેકેજની કુલ રકમ રૂપિયા ૪૦ હજાર કરોડ જેટલી થાય છે.
ઉપરોક્ત વિગતવાર જાહેર કરેલ પેકેજના નાણા આજદિન સુધી એક પણ જિલ્લાને ન આપીને બંધારણીય સર્વોચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની છ કરોડ જાહેર જનતાનો જાહેરમાં વિશ્વાસઘાત કરીને જાહેર જનતાનું જાહેરમાં આપમાન કરીને લોકોની લાગણી દુભાવી છે.
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ૪૦ હજાર કરોડના સ્પેશ્યલ પેકેજની જાહેરાત અંગે નીચેના મુદ્દા આધારિત તપાસ કરવાની જરૂરત છે.
(૧) સ્પે.પેકેજની રકમ કયા બજેટ હેડમાં મુકવામાં આવનાર હતી.
(૨) સ્પે.પેકેઝનું અમલીકરણ ક્યાં બજેટ વર્ષમાં કરવાનું આયોજન હતું.
(૩) જાહેર કરવામાં આવેલ સ્પે.પેકેઝનું આયોજન કેવી રીતે કર્યું, આ અંગે કેબીનેટની બેઠકમાં નિર્ણય કર્યો હતો કે કેમ ?
(૪) સ્પે.પેકેજની જાહેરાત પહેલા નાણા વિભાગે આ યોજનાને મંજુરી આપી હતી કે કેમ ?
(૫) આ જાહેરાત ક્યાં સત્તાવાર ઠરાવ / નોટીફીકેશનના આધારે કરી તેની તપાસ થવી જોઈએ.
(૬) જાહેરાત પછીના સમયગાળામાં આ સ્પે.પેકેજ અમલીકરણ અંગે કઈ કઈ કામગીરી કરવામાં આવી
(૭) સ્પે.પેકેજની રકમ મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સમક્ષ જાહેર કર્યા પછી પણ કેમ આ રકમ જે તે જિલ્લાને આજદિન સુધી ફાળવવામાં નથી ?