અમરેલીની લેન્ડ કમિટી દ્વારા મંજુર થયેલ ઘરથાળના પ્લોટો આપવામાં આવતા નથી

કાન્તીભાઈ પરમાર/

જશવંતગઢ ગામ અમરેલી તાલુકામાં, અમરેલી જીલ્લા મથકથી ૧૭ કી.મી. દુર આવેલ છે. જશવંતગઢ ગામની વસ્તી આશરે ૧૮,૦૦૦ ની છે. આ ગામે અનુસુચિત જાતિ, પટેલ, સુથાર, લુહાર, મુસ્લિમ, કોળી, બ્રાહ્મણ અને કાંગસિયા જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. અનુસુચિત જાતિ અને બક્ષીપંચના લોકો મોટે ભાગે ખેતમજુરી સાથે જોડાયેલ છે.

અમરેલી તાલુકામાં આવેલ જસવંતગઢ ગામના અનુસુચિત જાતિ અને બક્ષીપંચના જમીન વિહોણા લોકો દ્વારા અમરેલી તાલુકા વિકાસ અધિકારીને એક વર્ષ અગાઉ ઘરથાળના પ્લોટોની માટે અરજીઓ કરી મફત પ્લોટ આપવા માટે માંગણી કરવામાં આવેલ હતી. આ મફત પ્લોટોની માંગણી બાબતે તાલુકા લેન્ડ કમિટી દ્વારા ઘરથાળના પ્લોટોની માંગણી વાળા જસવંતગઢ ગામના અનુસુચિત જાતિ અને બક્ષીપંચના અરજદારોની અરજીઓ ધ્યાને લઇ લેન્ડ કમિટી બોલાવી ૨૦ જેટલા જમીન વિહોણા લોકોને ઘરથાળના પ્લોટો મંજુર કરવામાં આવ્યા હતા.

અમરેલી તાલુકા લેન્ડ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ મફત પ્લોટોનો જસવંતગઢ ગામના અનુસુચિત જાતિ અને બક્ષીપંચના સમાજના લોકોને ઘણા સમયથી માપણી કરી, સ્થળ કબજો સોપવામાં આવેલ નથી. તેમજ સનદ પણ આપવામાં આવી નથી. જશવંતગઢગામે ઘરવિહોણા લોકોના મંજુર થયેલ ઘરથાળના પ્લોટોનો કબજો, સનદ, મળે તે માટે વારવાર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. તેમ છતા આજદિન સુધી તાલુકા લેન્ડ કમિટી દ્વારા મંજુર થયેલ ઘરથાળના પ્લોટો આપવા બાબતે કાર્યવાહી કરવામાં આવેલ નથી.

ગોરધનભાઈ મોહનભાઈ ચૌહાણ(કાંગસિયા), ઉમર વર્ષ ૪૪,રે. જશવંતગઢ, તાલુકો, અમરેલી જેઓ મજુરી કામ સાથે જોડાયેલ છે. તેમની બે દીકરીઓના લગ્ન મકાનના હોવાના લીધે અટકી પડેલ છે અને આ બાજુ મકાન લેન્ડ કમિટીમાં ફાળવેલ છે છતા કબજો નાં આપવામાં લીધે મકાન બનાવી શકતા નથી અને તેમની બે દીકરીઓના લગ્ન અટકી પડેલ છે.

આ બાબતે અમરેલી તાલુકા વિકાસ અધિકારી, અમરેલી તાલુકા સર્કલ, તાલુકા પંચાયત અમરેલી, તેમજ તલાટી મંત્રી જશવંતગઢ દ્વારા પોતાની ફરજમાં જાણીબુજીને બેદરકારી દાખવતા હોઈ અને અનુસુચિત જાતિના અને બક્ષી પંચ સામાંજના લોકો સાથે જાતિ આધારિત ભેદભાવ રાખવામાં આવતો હોઈ, જેથી મફત પ્લોટોનો સ્થળ પર કબજો આપવામાં આવતો નથી, જમીન માપી આપવામાં આવતી નથી કે લાભાર્થીઓને સનદ આપવામાં આવતી નથી.

ભારતીય બંધારણમાં આર્ટીકલ ૨૧ માં આપેલ જીવન જીવવાના અધિકાર માં રોટી, કપડા અને મકાનનો સમાવેશ થાય છે. આ અધિકાર દરેક નાગરિકને આપવામાં આવેલ છે. અને આ અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આ બાબતે ગરીબ લોકોના માનવ અધિકારના મુદ્દે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s