કિરીટ રાઠોડ/
ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના આદેશોનો ખુલ્લેઆમ ભંગ સમગ્ર ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે. તાજેતરમાં ગટરમાં ઝેરી ગેસની ગૂંગળામણથી ત્રણ ગટર કામદારોના મોત થયા છે. ઊંઝા ખાતે હાઈવે પર આવેલ ઉમિયાનગરમાં નંખાયેલ ભૂર્ગભ ગટર લાઈન સાફ કરવા માટે અંદર ઉતરેલા કુલ ચાર વ્યક્તિઓ પૈકી એક સફાઈ કામદાર અને એક સુપરવાઈઝરનું ગટરના દૂષિતગંદા પાણીના લીધે ગુગંળાઈ જવાથી કરૃણ મોત નિપજ્યા હતા. આ કરૃણાંતિકમાં એક સફાઈ કામદારનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એકકામદારને ગંભીર હાલતમાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ઊંઝા ખાતે હાઈવે નજીક રેલ્વેના અગિયાર ગરનાળા સામે ઉમિયાનગર ખાતે નગરપાલિકા દ્વારા ૩૦ ફુટ જેટલી ઉડાઈએ મોટી ભૂર્ગભ ગટર લાઈન નાંખવામાં આવેલ છે. આ ગટર લાઈનની સફાઈ માટે અમદાવાદની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેથી સવારે ગટર લાઈનની સાફ સુફી માટે કંપનીના સુપરવાઈઝર સફાઈકામદારોને લઈને ઊંઝા ઉમિયાનગર ખાતે આવ્યા હતા.
દરમિયાન ગટર લાઈનનું ઢાંકણું ખોલીને વારાફરથી ત્રણ સફાઈ કામદારો અંદર ઉતર્યા હતા. જેમાં ત્રીજા ઉતરેલ કામદારને ગટર લાઈનના દૂષિત ગેસથી ગુંગળામણ થતાં તેઓ તુરત બહાર નીકળી ગયા હતા. અને સુપરવાઈઝરને વાત કરતાં તેઓ તુરત ગટરલાઈનમાં પડેલા બે સફાઈ કામદારોને બચાવવા માટે અંદર ઉતર્યા હતા. જેઓ પણ અંદર ગુંગળાઈ ગયા હતા. દરમિયાન આ દુર્ઘનાની જાણ થતાં પાલિકા પ્રમુખ, મુખ્યઅધિકારી, સદસ્યો તથા સ્ટાફ, કોટેજ હોસ્પિટલમાંથી તબીબની ટીમો અને જેસીબી મશીન દ્વારા ગટરલાઈનની બાજુમાં ઉંડો ખાડો ખોદીને ગરટલાઈન ખુલ્લી કરી ગટર લાઈનનો ભાગ તોડી નાંખ્યો હતો. ત્યારબાદ અહીંથી એક માણસે અંદર પ્રવેશી ગટરલાઈનમાંથી ત્રણ વ્યક્તિઓને વારાફરથી બહાર કાઢયા હતા. અને તુરત ત્રણેયને ગંભીર સ્થિતિમાં એમ્બ્યુલન્સવાનમાં સ્થાનિક કોટેજ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બે વ્યક્તિઓને મૃત જાહેર કરાયા હતા. જ્યારે એકની સ્થિતિ ગંભીર જણાતાં મહેસાણા લાયન્સ જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ દુર્ઘનામાં હરેશ બાબુલાલ કુવારીયા (ઉ.વ.ર૭ રહે.પાલનપુર) તથા (અનિલ રતિલાલ ચૌહાણ ઉ.વ.રપ રહે.સીરોઈડી તા.ગઢડા જી.ભાવનગર)ના કરૃણ મોત નિપજ્યાં હતા. જ્યારે અનિલ અમરતભાઈ કુવારીયા રહે.પાલનપુરને ગંભીર હાલતમાં મહેસાણા ખસેડાયા હતા.
સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો.
ઊંઝા ખાતે હાઈવે પર આવેલ ઉમિયાનગરમાં ગટરલાઈનની સફાઈ કરવા માટે કુંડીમાં ઉતરેલ એક સફાઈ કામદાર તેમજ બચાવ માટે કુંડીમાં ઉતરેલ સુપરવાઈઝરનું ગંદા પાણીની તીવ્ર ગંધથી મોત નિપજતાં હોવાના બનાવ સંદર્ભે પાલનપુરના વિજયકુમાર વસંતભાઈ સોલંકી ઉ.વ. ૨૭ દ્વારા તારીખ- ૩૦/૦૩/૨૦૧૪ ના રોજ ઊંઝા પોલીસ મથકે આરોપી નં (૧) પી.સી.સ્નેહલ કન્ટ્રકસનકંપની(પ્રા.લિ) ના પ્રોપરાઈટર (૨) પ્રોજેક્ટ મેનેજર રણછોડભાઈ ઝવેરભાઈ કાકડીયા રહે.અમદાવાદ વિરુધ્ધ સેફ્ટીના સાધનો ન રાખીને ગંભીર બેદરકારી દાખવવા બદલ ફસ્ટ ગુ.ર.નં ૫૬/૨૦૧૪ થી આઈ.પી.સી ની કલમ- ૩૦૪ અને એટ્રોસિટી એક્ટ – ૧૯૮૯ ની કલમ, ૩(૧)૬ મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરેલ છે.
ઊંઝા ઉમિયાનગરમાં ગટર લાઈનની કુંડીમાં ઉતરેલા સુપરવાઈઝર અને બે સફાઈ કામદારો સહિત ત્રણેયને ગટર લાઈનમાંથી બહાર કઢાયા હતા. જેમાં બે જણાના મોત નિપજ્યાં હતાં જ્યારે એક સફાઈ કામદાર અનિલ અમરતભાઈ કુંવારીયા ગંભીર હાલતમાં સારવાર માટે મહેસાણા હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં આ સફાઈકામદારનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ઊંઝા ઉમિયાનગરમાં ગટર લાઈનની કુંડીમાં ઉતરેલા સુપરવાઈઝર અને બે સફાઈ કામદારો સહિત ત્રણેયને ગટર લાઈનમાંથી બહાર કઢાયા હતા. જેમાં બે જણાના મોત નિપજ્યાં હતાં જ્યારે એક સફાઈ કામદાર અનિલ અમરતભાઈ કુંવારીયા ગંભીર હાલતમાં સારવાર માટે મહેસાણા હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં આ સફાઈકામદારનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટનો ચુકાદા (કેશ નં સ્પે.સિવિલ એપ્લીકેસન નં ૧૧૭૦૬/૨૦૦૪ અને ૮૯૮૯/૨૦૦૧) ના અમલીકરણમાં નિષ્ફળ રહેલ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ, ગાંધીનગરના જવાબદાર અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરવાની રજૂઆત જસ્ટીસ જે.એન.ભટ્ટ, ચેરમેન, ગુજરાત માનવ અધિકાર આયોગ, ગાંધીનગર, ને નવસર્જન ટ્રસ્ટે ૧૧/૦૪/૨૦૧૪ ના રોજ કરી છે.
ઉપરોક્ત બનાવમાં ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાનો ભંગ કરવામાં આવ્યો છે. તેમજ ભારતના બંધારણની કલમ -૧૪,૧૫,૧૭ અને ૨૧ – ગૌરવ પૂર્ણ જીવન જીવવાના અધિકારનો ભંગ રાજ્ય સરકાર દ્વારા થયેલ છે. જેથી આ માનવ અધિકાર ભંગના બનાવમાં તાત્કાલિક પગલા ભરીને ભોગ બનનાર પરિવારને ન્યાય આપવા ઉપરોક્ત માંગણીઓમાં રાજ્ય સરકારને જરૂરી આદેશ/ હુકમ કરવાની દાદ માંગી છે.