રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને બામણગામના દલિતોના બહિષ્કાર બાબતનો પત્ર

કાંતીલાલ પરમાર/

બામણગામ જીલ્લાના મુખ્ય મથક જુનાગઢ થી ૧૨ કિલોમીટર દુર હાઈવેની બાજુંમાં જુનાગઢ તાલુકામાં આવેલ છે. જેમાં મુખત્વે પટેલો, અને અનુસુચિત જાતિની વસ્તી રહે છે. બામણગામની વસ્તી આશરે ૧,૬૦૦ની છે. બામણગામમાં અનુસુચિત જાતિના ૫ કુટુંબના ૨૯ સભ્યો, પટેલોના ૭૦ કુટુંબો, કોળી જ્ઞાતિના ૬૦ કુટુંબો, ભરવાડના ૧૦ કુટુંબો, દેવીપુજકના ૦૫ કુટુંબો, બ્રાહ્મણનું ૦૧ કુટુંબ અને મુસ્લિમ સમાજના ૧૫ કુટુંબો રહે છે જે મોટેભાગે ખેતી, ખેત મજુરી, પશુ પાલન અને કડિયા કામ સાથે જોડાયેલ છે. જેમાં અનુસુચિત જાતિના લોકો ખેત મજુરી અને કડિયા કામમાં રોકાયેલા જોવા મળે છે.

બામણગામમાં અનુસુચિત જાતિના કુટુંબોનો આર્થિક ને સામાજિકબહિષ્કાર કરવામાં આવેલ છે જે બાબતે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નં. II ૩૧૦૯/૨૦૧૩ થી તારીખ ૮/૮/૨૦૧૩ ના રોજ ગુનાના કામે મગનભાઈ બીજલભાઈ દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપીઓ (મનસુખ કરશન ગજેરા, ત્રિકમ ભીખાભાઈસુમકિયા, ભરત વલ્લભભાઈ પારખીયા, મગન ગોરધનભાઈપટોડીયા, હસમુખ પરસોતમ પાટીદાર અને, મહેન્દ્ર ઉર્ફેકલ્પેશ ભગવાનજી) ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેઓએ બામણગામમાં રહેતા તમામ પટેલોને ઉશ્કેરીને અનુસુચિત જાતિના કુટુંબોનો આર્થિક ને સામાજિક બહિષ્કાર કરાવેલ છે, અનુસુચિત જાતિના લોકોને જાહેર જગ્યામાં જતા અટકાવેલ છે, જાહેરમાં આભડછેટ રાખે છે, તેમજ આ આરોપીઓ એક સંપ કરી અનુસુચિત જાતિના લોકોને ગામ છોડવા માટે દબાણ કરતા હોઈ અનુસુચિત જાતિના કુટુંબોનો સામુહિક બામણગામના પટેલો દ્વારા આર્થિક અને સામાજિક બહિષ્કાર કરવામાં આવેલ હોઈ તો તાત્કાલિક સામાજિકબહિષ્કાર જાહેર કરવા માંગણી કરેલ છે. તેમજ આ ગામે બહિષ્કારના બનાવમાં નીચેના મુદ્દાઓ ધ્યાનમાં આવેલ છે.

 બામણગામમાં નવ મહિના પહેલા પટેલોએ અનુસુચિત જાતિના તમામ લોકોનો આ ગામમાં આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરેલ છે.
 અનુસુચિત જાતિના લોકો સાથે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે.
 અનુસુચિત જાતિના લોકો સાથે સ્થાનિક ગામમાં આભડછેટ રાખવામાં આવે છે.
 બહિષ્કારના બનાવમાં તપાસ કરવા આવેલ અધિકારીઓ ખોટા રીપોર્ટ સરકારમાં કરી બહિષ્કારના બનાવને દબાવવાની કોશિશ કરેલ છે.
 બહિષ્કારના બનાવમાં ફરિયાદીનું નિવેદન કે અન્ય બહિષ્કારનો ભોગ બનેલ અનુસુચિત જાતિના લોકોના નિવેદનો લીધેલ નથી.
 સરકારી અધિકારીઓ દ્વારા બહિષ્કારના બનાવ બાબતે તપાસમાં આવી અને સ્થાનિક ગ્રામ પંચાયતમાં બેસીને આરોપીઓ અને તેમના મળતિયાઓના નિવેદનો બહિષ્કારના બનાવમાં લઇ સરકારમાં ખોટો રીપોર્ટ બહિષ્કારના મુદ્દે રજુ કરેલ છે અને સરકાર તેમજ તંત્રની આંખમાં ધૂળ નાખવાનું કૃત્ય કરેલ છે અને સરકારીતંત્રને અવળે માર્ગે દોરેલ છે.

બામણગામના અનુસુચિત જાતિના આર્થિક અને સામાજિક રીતે બહિષ્કારનો ભોગ બનેલ લોકોના ન્યાયના હિતમાં અને માનવ અધિકાર ભંગના બનાવમાં નીચે મુજબની છે:

૧. બામણગામના અનુસુચિત જાતિના લોકો હાલ ગામમાં પટેલો દ્વારા આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરતા તમામ લોકો બેકાર અને કામ ધંધા વગરના છે તો તમામ અનુસુચિત જાતિના લોકોને MGNREGA(મનરેગા) નીચે તાત્કાલિક રોજગારી પૂરી પાડી અનુસુચિત જાતિના કુટુંબોને રોજગારીની વ્યવસ્થા કરવમાં આવે.
૨. બામણગામના અનુસુચિત જાતિના તમામ કુટુંબોનો BPL (ગરીબી રેખા નીચે) લીસ્ટ માં સમાવેશ કરવામાં આવે. બામણગામમાં તાત્કાલિક ગ્રામ સભા બોલાવી તમામ લોકોને BPL માં સમાવેશ કરવા બાબતનો ઠરાવ કરવામાં આવે અને તે ઠરાવ જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર અને જિલ્લા કલેકટરને મોકલી આપવામાં આવે અને BPL (ગરીબી રેખા નીચે) લીસ્ટમાં સમાવેશ કરવામાં આવે.
૩. બામણગામના અનુસુચિત જાતિના લોકો હાલ ખંડેર જેવા મકાનોમાં રહે છે જે રહેવા લાયક નથી. અનુસુચિત જાતિના કુટુંબો કે જે લોકો પાસે મકાન નથી અથવા મકાન ખંડેર હાલતમાં છે તે તમામ લોકોને બામણગામ ખાતે ગામતળમાં મફત પ્લોટની તાત્કાલિક ફાળવવની કરવામાં આવે.
૪. બામણગામના અનુસુચિત જાતિના લોકોને મફત પ્લોટ ફાળવણી કર્યા બાદ તમામ અનુસુચિત જાતિના લોકોને મકાન બનાવવા માટે, સરદાર આવાસ, ઇન્દારા આવાસ, અથવા ડો. આંબેડકર આવાસ યોજના તળે આર્થિક સહાય મકાન બનાવવા માટે પૂરી પાડવામાં આવે.
૫. બામણગામમાં અનુસુચિત જાતિના લોકોનો પટેલો દ્વારા આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરેલ છે જેમાં ગામમાંથી દુકાનેથી કરિયાણું ના આપવું, ખેતીમાં કામે નાં બોલાવવા, દુધ ના આપવું, ઘંટીએ દરણું ના દળી આપવું, વગેરે બાબતનો સમાવેશ થાય છે. તો તમામ લોકોને સરકારી દુકાનેથી રાશન ઉપલબ્ધ થાય તે માટે તમામ અનુસુચિત જાતિના કુટુંબોને અંત્યોદય રાશનકાર્ડ પુરા પાડવા, અને નિયમિતપણે રાશન મળે તે માટે સરકારીતંત્ર દ્વારા પ્રબંધ કરવામાં આવે.
૬. બામણગામમાં અનુસુચિત જાતિના લોકોનો પટેલો દ્વારા આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવતા હાલ કોઈ પણ જગ્યાએથી પીવામાટેનું પાણી ભરવા દેવામાં આવતું નથી અને હાલ જે ડંકી છે તેમાં પીવા લાયક પાણી આવતું નથી જેથી પીવાના પાણી માટે બામણગામમાં અનુસુચિત જાતિના લોકોને વલખા મારવા પડે છે તો તાત્કાલિક અનુસુચિત જાતિના વિસ્તાર માટે SCSP (Scheduled Caste Sub Plan) માંથી ગ્રાન્ટ ફાળવી પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવી. અનુસુચિત જાતિના વિસ્તારમાં પાણીનો બોર, અને ૧,૦૦,૦૦૦ લીટરનો પાક્કો ટાંકો બનાવવો. અનુસુચિત જાતિના વિસ્તારમાં પીવાના પાણી માટે બોર કરી અને તે બોર પર વીજળી પૂરી પાડીને સબ મર્સીબલ પંપ મૂકી પીવાના પાણીની વ્યવસ્થા કરવી.
૭. હાલ બામણગામની ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાતપણે કરવાની હોય છતા કરવામાં આવેલ નથી. તો તાત્કાલિક અનુસુચિત જાતિના સભ્યોને કોઓપ્ટ સભ્ય તરીકે લઇ તાત્કાલિક સામાજિક ન્યાય સમિતિની રચના કરવી અને નિયમિતપણે સામાજિક ન્યાય સમિતિની મીટીંગ બોલાવી અનુસુચિત જાતિના વિકાસ અંગેના પ્રશ્નોની ચર્ચા કરી ઠરાવો કરવા.
૮. બામણગામમાં અગાઉ અનુસુચિત જાતિના લોકોના મફત પ્લોટો મંજુર થયેલ છે અને મકાન બનાવવા માટેની મંજુરી પણ આપવામાં આવેલ હતી તો તેમને તાત્કાલિક મકાન સહાય મળે તે માટેની વ્યવસ્થા તાલુકા વિકાસ અધિકારીએ કરવી.
૯. બામણગામમાં અનુસુચિત જાતિના લોકોનો પટેલો દ્વારા આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવેલ હોઈ આજીવિકા માટે કોઈજ સાધન ના હોઈ તાત્કાલિક દરેક પાંચ કુટુંબોના સભ્યોને ખેતીની ૫ (પાચ) એકર જમીન જીવન નિર્વાહ કરી શકે તે માટે ફાળવવી.
૧૦. બામણગામમાં અનુસુચિત જાતિના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નથી તો તાત્કાલિક સ્થાનિક ગ્રામ પંચાયત અને ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવી.
૧૧. બામણગામમાં અનુસુચિત જાતિના લોકોનો પટેલો દ્વારા આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવેલ હોઈ આજીવિકા અને ધંધા રોજગાર માટે સ્થાનિક બેંક દ્વારા બેન્કેબલ યોજના નીચે અનુસુચિત જાતિના યુવાનોને ધંધા રોજગાર માટે લોન – સહાય પૂરી પાડવી.
૧૨. બામણગામમાં અનુસુચિત જાતિના લોકોને મરણ થયા બાદ સ્મશાનની જમીન નીમ કરવામાં આવેલ નથી જેથી મરણ થાય ત્યારે લાશની દફન ક્રિયા માટે મુશ્કેલી પડે છે તો તાત્કાલિક આ ગામે અનુસુચિત જાતિના લોકો માટે સ્મશાનની જમીન નીમ કરવા માટે સ્થાનિક ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી, ચેક લીસ્ટ મુજબ તમામ દસ્તાવેજો મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીને પુરા પાડી, જુનાગઢ ડેપ્યુટી કલેકટર(પ્રાંત) માં રજુ કરવા. તમામ દસ્તાવેજોની ચકાસણી કરી જુનાગઢ ડેપ્યુટી કલેકટર(પ્રાંત) દ્વારા બામણગામના અનુસુચિત જાતિના લોકો માટે સ્મશાન માટેની જમીન નીમ કરવી.
૧૩. બામણગામમાં અનુસુચિત જાતિના લોકોને ગામમાં ચર્મ કામ માટે જમીન નીમ કરવામાં આવેલ નથી તો તાત્કાલિક સ્થાનિક બામણગામ ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરી ચર્મ કામ માટે જમીન નીમ કરવી.
૧૪. બામણગામમાં અનુસુચિત જાતિના લોકોને લગ્ન, મરણ અને સામાજિક કામ માટે કોઈ જાહેર જગ્યા કે હોલ નથી. ગામના અસ્પૃશ્યતાને લીધે કોઈ જગ્યા ભાડે મળતી નથી કે વાપરવા આપતા નથી. જેના કારણે સામાજિક પ્રસંગોમાં ખુબજ મુશ્કેલીઓ અને અગવડનો સામનો કરવો પડે છે. જેથી આ ગામે અનુસુચિત જાતિના લોકો માટે ડો. બાબા સાહેબ કોમ્યુનીટી હોલ સરકાર દ્વારા સાંસદની ગ્રાન્ટ, SCSP(Scheduled Caste Sub Plan), ધારા સભ્યની ગ્રાન્ટ અથવા જીલ્લા પંચાયત સામાજિક ન્યાય નિધિની ગ્રાન્ટમાંથી બનાવવો એવી અનુસુચિત જાતિના લોકોની માંગણી છે.
૧૫. બામણગામમાં અનુસુચિત જાતિના લોકોને સેનિટેશનની સુવિધા નથી તો ટોટલ સેનિટેશન યોજના નીચે અનુસુચિત જાતિના લોકો માટે જાહેર લેટ્રિન (સંડાસ)ની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી છે.
૧૬. બામણગામમાં અનુસુચિત જાતિના લોકોનો પટેલો દ્વારા આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવેલ હોઈ જેની તપાસ કલેકટર દ્વારા સ્થાનિક અધિકારીઓ જુનાગઢ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર અને જીલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીને સોપેલ કે જેમણે સરકારમાં, રાજ્ય માનવ અધિકાર આયોગમાં, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં ખોટો અને બનાવટી રિપોર્ટ આપી પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક તેઓની સામે અત્યાચાર ધારાની કલમ ૪,(૧)૩ નવો સુધારો અત્યાચાર ધારામાં થયેલ છે તે મુજબ અને આઈ.પી.સી.ની કલમ ૨૧૭, ૧૬૬(B) અને મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે અને એફ.આઈ.આર. કરી ગુનો નોંધીને તમામની ધરપકડ કરવામાં આવે અને હોદ્દા પરથી દુર કરવામાં આવે.
૧૭. બામણગામના અનુસુચિત જાતિના આર્થિક અને સામાજિક રીતે બહિષ્કારનો ભોગ બનેલ અનુસુચિત જાતિના કુટુંબોને પોલીસ રક્ષણ બામણગામમાં રહેણાંકના સ્થળે પૂરું પાડવામાં આવે.
૧૮.અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ના નિયમો ૧૯૯૫ ના નિયમ ૧૬(૧) મુજબ, રાજયના મુખ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલ રાજ્ય તકેદારી સમિતિમાં આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવે અને ચર્ચા કરી અનુસુચિત જાતિ ના લોકો ના ન્યાયના હિતમાં કાર્યવાહી કરવામાં આવે. તેમજ નિયમ ૧૭(૧) મુજબ જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલ જીલ્લા તકેદારી સમિતિમાં આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવે અને ચર્ચા કરી અનુસુચિત જાતિ ના લોકો ના ન્યાયના હિતમાં કાર્યવાહી કરવામાં આવે.

ઉપરોક્ત તમામ ન્યાય સંગત માંગણીઓ ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિકોને આપેલ બંધારણીય અને મૂળભૂત અધિકારો નીચે આર્ટીકલ ૨૧(જીવન જીવવાના અધિકાર),૧૭ (અસ્પૃશ્યતા નાબુદી),૧૪(સમાનતાનો અધિકાર),૧૫( જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મ સ્થળ, ધર્મ ના આધારે ભેદભાવ પર પ્રતિબંધ), તેમજ ભારતીય બંધારણમાં આપેલ રાજ્યના નીતિ માર્ગ દર્શક સિદ્ધાતો આર્ટીકલ ૩૮ અને ૪૬ મુજબ અનુસુચિત જાતિના લોકો માટે ન્યાયના હિતમાં કરવામાં આવેલ છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s