માનવ અધિકાર પંચે બે જુદા કેસોમાં ગુજરાતના તંત્રનો ખુલાસો માંગ્યો

કાન્તિલાલ પરમાર/

અપહરણ કેસમાં પોલીસ નિષ્ક્રિયતા: બાપુનગર, અમદાવા દખા તેરહેતા ચૌહાણ સંગીતાબેન જીતેન્દ્રભાઈની પુત્રી નેહા ઉંમર ૧૬ વર્ષ,જે શ્રીજી વિદ્યાલય, બાપુનગરમાં અભ્યા સકરતી હતી, તેનું ૭.૨.૨૦૧૪ ના દિને અપહરણ કરવા માં આવ્યા અંગેની પોલીસ ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં દાખલકરવામાં આવી હતી. પરંતુ આ અંગે આજ દિન સુધી આરોપીની ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. તેમજના બાલિક દલિત છોકરીને પણ પોલીસ શોધવામાં નિષ્ક્રિય ભૂમિકા ભજવી રહી છે.

આ સમગ્ર બનાવમાં ન્યાય મળે તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોપાય અને આરોપીની વહેલી તકે ધરપકડ થાય તેવી વિવિધ માંગણી અંગેની લેખિત ફરિયાદ કે.જી. બાલાક્રિશ્નન, ચેરમેન, રાષ્ટ્રીયમાનવઅધિકારઆયોગ, ન્યુદિલ્હીને હકીકતો સાથે ફરિયા દીસંગીતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવતા પોલીસ કમિશનર, અમદાવાદ અને એડી.ડી.જી.પી, ગાંધીનગરને નોટીસ આપીને ચાર અઠવાડિયામાં જવાબ રજુકરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પોરબંદરમાં દલિતોની હિજરત: પોરબંદરજીલ્લાના, ભોડદળના માથાભારે ઉપસરપંચ અને તેની ટોળકી દ્વારા અનુસુચિત જાતિના ઘરો પાડીનાખ્યા બાદ અનુસુચિતજાતિના ગરીબકુટુંબના ૧૩ લોકોએ કરેલ. હિજરતના બનાવમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પોરબંદર જીલ્લાના કલેકટર અને ડી.એસ.પી. ને નોટીસ પાઠવી. આબનાવમાં કરેલ કામગીરી અંગેનો રીપોર્ટ ૪ અઠવાડિયામાં માંગવામાં આવેલછે.

પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના ભોડદરગામના મારખીભાઇ દુદાભાઈ બડવાના પરિવારજનો , જાતે અનુસુચિત જાતિ, આગામમાં છેલ્લા ૧૦૦ વર્ષોથી રહે છે. આજગામના માથાભારે આહીર આરોપીઓએ ૧૮.૧૨.૨૦૧૩ના સવારે મારખીભાઇના ઘેરેગેરકાદેસર જે.સી.બી. મશીન લઈને પોતાની ગુંડાટોળકી દ્વારા ઘુસી ગયેલ અને આ મારખીભાઇનું કુટુંબ જે ઘરમાં રહેતા હતા તે ચાર પાકા મકાન કાયદેસરના હોવા છતાં હેરાન કરવાના અને બેઘર કરવાના ઈરાદે અને અગાઉઆ તમામ આરોપી વિરુદ્ધ અત્યાચારના કેસમાં સમાધાન કરવાની ધમકીઆપીને ભોગ બનેલ દલિત પરિવારના ચાર પાકા સ્લેબ ળા ઘરો જે.સી.બી. થી સંપૂર્ણ તોડી પાડી મિલકતને નુકશાન પહોચાડવાનો ગુન્હો કરેલ છે.

ભોગ બનેલ દલિત પરિવાર જીવ બચાવવા થરથર ધ્રુજતા બાળબચ્ચાઓને લઈને હાલ આ ગામમાંથી ઉપરોક્ત આરોપીઓના ત્રાસથી ભોડદરગા મેથીરોઘડા (કુતિયાણાતાલુકો) ગામે રોજપોતાના કુટુંબના ૧૩ સભ્યો સાથે હિજરત કરેલ છે. સમગ્ર બનાવ બાબતે સ્થાનિક પોરબંદર જીલ્લાકલેકટર, અનેડી.એસ.પી., પછાતવર્ગ કલ્યાણ અધિકારી, રાજ્યના મુખ્યમંત્રી, પોલીસવડા (ડી.જી.પી.), ગૃહમંત્રી, સમાજકલ્યાણમંત્રી, અને સેક્રેટરી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને જાણ કરવામાં આવેલ. જેમાં કોઈ જપરિણામ ના આવતા આખરે દિલ્હીખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ધાનાખવામાં આવેલ.

આ સમગ્ર બનાવમાં ન્યાય મળે તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોપાય અને આરોપીની વહેલી તકે ધરપકડ થાય, હિજરતી કુટુંબનું પુન: વસનકરવા માં આવે, ચાર મકાન પાડી નાખવાના બનાવમાં વળતર મળે અને ઉપસરપંચ, અને પંચાયત સભ્ય જે આ બનાવમાં સંડોવણીછે તે લોકોને તેમના હોદ્દા ઓપરથી તાત્કાલિક ગુજરાત પંચાયત ધારાની કલમ ૫૯(૧) મુજબ નૈતિક અધઃપતનનાં મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવે, તેવી વિવિધ માંગણી અંગેની લેખિતફરિયાદ કે.જી. બાલાક્રિશ્નન, ચેરમેન,  રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ન્યુ દિલ્હીને સમગ્ર બનાવની હકીકતો સાથે ફરિયાદીને ન્યાયમળે તે માટે નવસર્જન ટ્રસ્ટમાં કામ કરતા કાન્તીભાઈ ઉકાભાઈ પરમાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ, પોરબંદર અને જીલ્લા પોલીસ વડા, પોરબંદરને નોટીસ આપીને ચાર અઠવાડિયામાં જવાબ રજુકરવાનો હુકમ કરવામાં આવ્યો છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s