ગરુડેશ્વર વિયર-ડેમ: જળ, જંગલ, જમીન, નદી, રોજગાર અને જીવન જીવવાનો સંઘર્ષ

રોહિત પ્રજાપતિ/

૭૦ ગામ આદિવાસી સંગઠનના ૪૦ પ્રતિનિધિઓ ગરુડેશ્વરથી વડોદરા ખાતે ૨.૦૦ વાગે પોહોંચ્યા હતા. અને બપોરે ૩.૩૦ થી ૪.૩૦, ભૂમિપુત્ર કાર્યાલય, હુજરાતપગા, ભૂતડીઝાપા ખાતે વડોદરા શહેરના જન સંગઠનો તથા લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરી અને ત્યાર બાદ ભગતસિંહની પ્રતિમા, ન્યાયમંદિર પાસે સાંજે ૫.૦૦થી ૬.૩૦ દેખાવો યોજી, ‘મોદી-મનમોહન’ પાસે જવાબ માંગ્યા હતા. આ દેખાવોમાંપર્યાવરણ સુરક્ષા સમિતિ, જ્યોતિ કર્મચારી મંડળ, સહિયર (સ્ત્રી સંગઠન), રેડિકલ સોસ્યાલિસ્ટ, સહજ-શિશુમિલપ, વડોદરા કામદાર યુનિયન, વ્યવસાયિક સ્વાસ્થ્ય સુરક્ષા મંડળના કાર્યકરો જોડાયા હતા.

આ કાર્યક્રમ માટે પોલિસ પરવાનગી મળી હતી પરંતુ પરવાનગી મળ્યા બાદ નીચે મુજબનો પત્ર પોલિસ ખાતા તરફથી આપવામાં આવ્યો હતો. જેના ઘણા મતલબ નીકળી શકે જે અંગે અમો મૌન રહી એ પત્ર શબ્દશ નીચે રજૂ કરી રહ્યા છીએ.

ગુપ્ત – જરૂરીફકેસ મેસેજપ્રતિ : પોલીસ કમિશ્નરશ્રી, વડોદરાજાણ : હોમસેક, ગાંધીનગર પોલિસ, ગાંધીનગર નાયબ કમિશ્નરશ્રી ઇન્ટે. વડોદરા રીજીયન.પેષક: અધિક પોલીસ મહાનિર્દેશક ઇન્ટે. ગુ. રા. ગાંધીનગર.વિગત:-એવી હકીકત જાણવા મળેલ છે કે તા. ૧/૪/૨૦૧૪ના રોજ વડોદરા શહેર, શહીદ ભગતસિંહની પ્રતિમા, ન્યાયમંદિર પાસે, પર્યાવરણ સુરક્ષા સમિતિ એક્ટિવીસ્ટ રોહિત પ્રજાપતિ (સંપર્ક: ૦૨૬૫-૨૩૨૦૩૯૯, મો. ૯૪૨૭૯૩૭૧૬૨) રહે, વડોદરાની આગેવાનીમાં પર્યાવરણ સમર્થકો તથા ગરુડેશ્વર વિયર ડેમના અસરગ્રસ્ત ૭૦ ગામના અસરગ્રસ્ત આદિવાસિઓ, સહિયર, રેડિકલ સોશીયાલિસ્ટ, સહજ, વડોદરા કામદાર યુનિયન, વ્યવસાયિક સ્વાસ્થ્ય સુરક્ષા મંડળ વિગેરે સંસ્થાના સ્વયંમ સેવકો એકત્ર થઈ નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહ પાસે જવાબો માંગશે અને મોદી સરકાર અને મનમોહન સરકાર લોકોને એપ્રિલફૂલ બનાવવાનું બંધ કરે વિગેરે બાબતે દેખાઓ યોજી વિરોધ વ્યક્ત કરનાર છે.

વડોદરા શહેર ખાતે યોજાનાર ઉપરોક્ત વિરોધ કાર્યક્રમ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ તકેદારીના જરૂરી પગલાં લેવડાવવા અને અવસર વિત્યે અહેવાલ મોકલી આપવા વિનંતી છે.(આર. એસ. જાડેજા)મદદનીશ કમિશનર (પી/સી), ઇન્ટે.ગુ.રા.ગાંધીનગર. ક્રમાંક : વિ.શા./આવક/૧૦૯૩, મદદનીશ પોલીસ કમિશનરની કચેરી, વડોદરા શહેર,તારીખ ૩૧/૩/૨૦૧૪ ઉપરોક્ત ફેક્સ મેસેજ વંચાણે લઈ જાણ તથા જરૂર કાર્યવાહી કરવા સારૂ તેમજ સ્થળ ઉપર તકેદારી બંદોબસ્ત રાખશો.મદદનીશ પોલીસ કમિશનરવિશેષ શાખા વડોદરા શહેર, વડોદરાપ્રતિપો.ઇન્સ.શ્રી, રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર.

૭૦ ગામ આદિવાસી સંગઠનના ૪૦ પ્રતિનિધિઓએ પોતાની વાત રજૂ કર્તા જણાવ્યુ હતું કે “સરદાર સરોવર ડેમથી ૧૨ કિમી. નીચેવાસમાં, ગરુડેશ્વર પાસે ૩૧.૭૫ મીટર ઊંચો વિયર બંધ બાંધવાનું સરકારે શરૂ કર્યું છે. જો આ વિયર-ડેમ બંધાશે તો ૧૧ ગામના ૧૧,૦૦૦ જેટલાં આદિવાસીઓને અસર થશે. ગુજરાત સરકારે શરૂ કરેલ આ ‘ગરુડેશ્વર વિયર-ડેમ’નું કામ ગેરકાયદેસર છે કારણ કે:

(૧) સરકારે આ વિયરના બાંધકામ માટે પર્યાવરણીય મંજૂરી લીધી નથી અને કાયદા પ્રમાણે પર્યાવરણીય જનસુનાવણી પણ કરી નથી.
(૨) કાયદા મુજબ આદિવાસી વિસ્તારમાં ગ્રામસભાની મંજૂરી વગર મોટી યોજનાનુ આયોજન થઈ શકે નહીં. ગ્રામ પંચાયત અને ગામ લોકોના વિરોધ છતાં કામ શરૂ કર્યું છે.
(૩) કેટલા લોકો ખરેખર અસરગ્રસ્ત થશે અને તેમનો પુનર્વાસ કઈ રીતે થશે તે અંગે લોકોને વિસશ્વાસમાં લીધા નથી.
(૪) આ પાણીનો મુખ્ય ઉપયોગ ‘સ્ટેચ્યું ઓફ યુનિટી’નીઆસપાસ પાણી રાખવા, બોટિંગ, વોટરસ્પોર્ટ્સ જેવા આનંદ પ્રમોદ માટે, રમતો માટે, ફાઇવસ્ટાર હોટલોમાં વાપરવા માટે, ટૂંકમાં ટુરિઝમ માટે કરવામાં આવશે.
(૫) આદિવાસીઓ ‘સરદાર સરોવર બંધ’ અને ‘કરજણ બંધ’ને અડીને રહે છે પણ સીંચાઈના પાણીથી વંચિત છે.
(૬)‘ગરૂડેશ્વર વિયર-ડેમ’ અને ‘સ્ટેચ્યું ફ યુનિટીની પર્યાવરણ, જનજીવન, રોજગારી અને ભૂકંપના ફોલ્ટ લાઇન વિસ્તારમાં થનાર આટલા મોટા બાંધકામની શું અસર થશે તેનો અભ્યાસ ગુજરાત સરકારે કર્યો નથી. જો કર્યો હોય તો ગુજરાત સરકાર તેને જાહેર કરતી નથી.

સરકાર પાસે વારંવાર માંગવા છતાં ગુજરાત સરકારે લોકોને ગરુડેશ્વર વિયરના બાંધકામ શરૂ કરવાની પરવાનગી ન બતાવી અને કેન્દ્ન સરકારના પર્યાવરણ મંત્રાલયે પણ આ કામ ન અટકાવ્યું, લોકોની રજૂઆતનો કોઈ જવાબ ના આપ્યો તેથી પર્યાવરણ સુરક્ષા સમિતિ તથા અસરગ્રસ્ત ગામોના પ્રતિનિધિઓને પર્યાવરણીય મંજૂરી વગર શરૂ કરવામાં આવેલ કામને રોકવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ, સરકારો સામે કેસ કરવાની ફરજ પડી.

પર્યાવરણના કાયદા માટે નિમાયેલી ખાસ કોર્ટ ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ સમક્ષ પણ ગુજરાત સરકાર પર્યાવરણીય મંજૂરીની નકલ રજૂ કરી શકી નથી. કેન્દ્ર સરકારના પર્યાવરણ ખાતાએ પણ લોકોના પત્રોના કોઈ જવાબ આપ્યા નથી.

કેસમાં તા. ૩૧-૧-૨૦૧૪ના રોજ ગુજરાત સરકારે બાંધકામની પર્યાવરણીય મંજૂરીની કોપી રજૂ કરવા ૪ અઠવાડિયાની મુદત માંગી હતી. કોર્ટે ૨૫ ફેબ્રુયારીની મુદત આપી પરંતુ ૨૫ ફેબ્રુઆરીએ પણ સરકાર પર્યાવરણીય મંજૂરીની નકલ રજૂ કરી શકી ન હતી અને ગુજરાત સરકારે ફરીથી બે મહિનાની મુદત માંગી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પશ્ચિમ ઝોનની બેન્ચ દ્વારા તા. ૩૧-૧-૨૦૧૪ ના રોજ કરવામાં આવેલા ઓર્ડરમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે “…અમે તે સ્પષ્ટ કરીએ છે કે આ દરમ્યાન જો કોઈ પણ કામ થશે તો તે હાલની અરજીના અંતિમ ચુકાદાને આધીન રહેશે અને તે માટે બાંધકામ કર્યા અંગેનો કોઈ અધિકાર માંગી શકાશે નહિ અને હવે આ કામ થઈ ગયું છે તેવી દલીલ કરી શકાશે નહિ…”
કોર્ટના આ ઓર્ડર છતાં ગુજરાત સરકારે આ કામ ચાલુ રાખ્યું છે.

લોકોની સ્પસ્ટ માગણી છે કે, “ગુજરાત સરકાર જો આજે પણ બાંધકામની પર્યાવરણીય મંજૂરીની કોપી રજૂ કરી શકતી ના હોય તો ગુજરાત સરકારને ગરુડેશ્વર વિયરનું બાંધકામ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી.”

વડોદરાના જન સંગઠનોએ અને લોકોએ ગુજરાત સરકારના આ ગેરકાયદેસરના કામમાં આદિવાસીઓના અધિકાર અને આપણાં પૈસા વેડફતા રોકવા “સિત્તેર ગામ આદિવાસી સંગઠન”ના સંઘર્ષને ટેકો જાહેર કર્યો છે અને તેમણે પણ માંગણી કરી છે કે “ગુજરાત સરકાર ગરુડેશ્વર વિયર બંધનું કામ તાત્કાલિક રોકે.”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s