બનાસકાંઠા પુરની આફત રેતી-માફિયાઓને માટે કેવી રીતે આશીર્વાદ રૂપ સાબિત થઇ

બનાસકાંઠા પુર સંદર્ભે માર્ટીન મૅકવાનનો આ લેખ અંગ્રેજી બ્લોગ counterview.org માં છપાયો હતો. લેખમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે દલિતો અને અન્ય પછાત વર્ગોની કેવી રીતે અવગણના કરવામાં આવી. અનુવાદ: સંજય શ્રીપાદ ભાવે સમીથી પંદર કિલોમીટરે આવેલા બાપસા ગામથી રાધનપુરના રસ્તે  હું મોટર ચલાવી  રહ્યો હતો. એ વખતે મારાં મનમાં 2000ના વર્ષમાં ગુજરાતમાં આવેલા ભૂકંપની... Continue Reading →

Advertisements

મરાઠા આંદોલન:  જાહેર ક્ષેત્રોની નોકરીઓ પર્યાપ્ત નથી, સરકારી નોકરીઓમાં અનામત એ સમસ્યાનો એકમાત્ર ઉકેલ નથી

ચંદુ મહેરિયા* ઓગસ્ટ ક્રાંતિ દિને મુંબઈમાં લાખો મરાઠાઓની રેલીએ મહારાષ્ટ્રના જ નહીં દેશના રાજકારણ પર ભારે અસર કરી. મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા શરૂ થયેલા આંદોલનની મુખ્ય માંગણીઓ હતી: શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત, કોપર્ડી બળાત્કારકાંડના કથિત દોષી દલિતોને ફાંસી, ખેડૂતોના દેવાની માફી, અને અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદાની નાબૂદી. મહારાષ્ટ્રના એક મહત્વના અને બળૂકા એવા... Continue Reading →

ડો.આંબેડકરના વડોદરાના કટુ અનુભવોની શતાબ્દી: સો વરસ પછી પણ દલિતોને રોકટોક કે  ભેદભાવ વગર રહેવા ઘર મળતું નથી

ચંદુ મહેરિયા* ડો.બાબાસાહેબ આંબેડકરને જાતિભેદ અને આભડછેટને કારણે વડોદરા રાજ્યની નોકરી છોડવી પડેલી તે ઘટનાને  આ દિવસોમાં સો વરસ થશે. ૨૩મી સપ્ટેમ્બરે વડોદરાની સંકલ્પ ભૂમિમાં લોકો સંકલ્પ દિન મનાવશે. ડો.આંબેડકરનો સંકલ્પ અને દલિતોની વર્તમાન સ્થિતિ વિશે ગંભીર વિમર્શનો આ અવસર છે. ઈ.સ.૧૯૦૭માં ભીમરાવ આંબેડકર ભેદભાવો, કારમી ગરીબાઈ અને અભાવો છતાં મેટ્રિક થયા તે મોટી સિધ્ધિ... Continue Reading →

ગુજરાતમાં નાતજાતના સમીકરણોનું ધ્રુવીકરણ કરવાની કોઈ ભેદી ચાલ?

માર્ટીન મૅકવાન દલિતો પરના અત્યાચારો ગુજરાતમાં નવી વાત નથી. પણ હાલમાં થયા દલિતો પર  થયેલા અત્યાચારોની સંખ્યા એ ચોક્કસ નવી વાત છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનાં વાતાવરણમાં ભારે હલચલ છે. આ ચૂંટણી ભારતીય જનતા પક્ષ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બનવાની છે. લોકોનો આ પક્ષ તરફનો  અવિશ્વાસ વધી રહ્યો છે અને દલિતો પરના... Continue Reading →

દલિત મુસલમાન: હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથાએ બીજા ધર્મોમાં પણ પગપેસારો કર્યો છે

ચંદુ મહેરિયા* આજકાલ માધ્યમોમાં ‘તીન તલાક’ અને મુસ્લિમ મહિલાઓના માનવ અધિકારોનો મુદ્દો છવાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પક્ષને ‘પછાત મુસ્લિમો’ની કોન્ફરન્સ બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા આપેલી સલાહ પાછળ ધકેલાઈ ગઈ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં મુસ્લિમોની વસ્તી ૧૭.૨૨ કરોડ એટલે કે દેશની કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા... Continue Reading →

અમદાવાદનો એક આ પણ વારસો… ૧૮૯૬માં એક દલિત સ્ત્રીને પ્રસુતિ માટે દાખલ કરતાં બાકીની સ્ત્રીઓએ હોસ્પિટલ છોડી દીધું હતું

ચંદુ મહેરિયા* યુનેસ્કોએ અમદાવાદને વલ્ર્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું છે. ભારતના એકમાત્ર હેરિટેજ સિટીનું માન અમદાવાદને મળ્યું તેથી ન માત્ર અમદાવાદી કે ગુજરાતી ભારતવાસી પણ હરખાશે. પંદરમી સદીમાં અમદાવાદ સ્થપાયું તે પૂર્વે આશા ભીલનું આશાપલ્લી કે સાબરમતીની પેલે પાર કર્ણદેવનું કર્ણાવતી હોવાના પુરાવા મળે છે. મુસ્લિમ સલ્તનત, મુગલ સામ્રાજ્ય, મરાઠા યુગ, બ્રિટિશ શાસન અને આઝાદી... Continue Reading →

ભાદરણિયા અને લીંબોદરાની મુલાકાત: ગુજરાત અને દેશના દલિતો-ગરીબો-શોષિતો આઝાદી, અભય અને ન્યાય માંગે છે

ચંદુ મહેરિયા* દલિત અત્યાચારના બનાવોની સ્થળ મુલાકાતે અનેકવાર જવાનું થયું છે. પરંતુ તાજેતરની ભાદરણિયા અને લીંબોદરાની મુલાકાતો દુ:ખદ એટલી જ ડરામણી હતી. ભૂતકાળમાં સાંબરડા અને ચિત્રોડીપુરાના હિજરતી દલિતોના સૂમસામ મહોલ્લાઓમાં ફરતા જે બીક અને સન્નાટો નથી અનુભવ્યો તે ભાદરણિયા અને લીંબોદરાના માનવદેહોથી હાલતાચાલતા દલિત મહોલ્લામાં પ્રસરેલા મૌન અને ભેંકારથી અનુભવ્યો હતો. કર્મશીલ સોમ વાઘેલા અને... Continue Reading →

સંઘે તેના ગણવેશમાં ફેરફાર કર્યો છે પણ મૂળભૂત વિચારોમાં કશું પરિવર્તન કર્યું નથી

ચંદુ મહેરિયા* રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના નાગપુર ખાતેના વિજ્યાદશમી વક્તવ્યના કેટલાક મુદ્દા તેમના ગુરુભાઈ અને દેશના પ્રધાનસેવકને ચચરે એવા છે. વળી ભાગવતનું આ ભાષણ ભાજપની દિલ્હી પરિષદ અને સંઘની વ્રુંદાવન  સમન્વય બેઠક પછી આવ્યું છે તેને કારણે ભાજપ સંઘ વચ્ચે બધું સમુંસૂતરું ન ચાલી રહ્યાનું લાગે છે. ઈ.સ. ૧૯૨૫માં ‘હિંદુઓ માટે આક્રમકપણે લડી... Continue Reading →

બની બેઠેલા સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રના રખેવાળો નાજુક સામાજિક સંતુલનને અસંતુલિત કરી રહ્યા છે

ભાલચંદ્ર મુન્ગેકર ઉત્તર પ્રદેશનાં સહરાનપુરમાં થયેલ દલિત વિરોધી હિંસા સૌનો સાથ, સૌનો વિકાસનાં નારા સાથે આવેલ નરેન્દ્ર મોદીની સરકાર માટે સારું ભવિષ્ય ભાખતું નથી. હિંસા કહેવાતી રીતે ત્યારે શરુ થી જ્યારે ઘણા જ શક્તિશાળી એવા ઠાકુર સમાજના લોકોએ શબ્બીરપુર ગામના દલિતોને આંબેડકર જયંતિના દિવસે સંત રવિદાસના મંદિરમાં આંબેડકરનું પૂતળું તેમણે બધી જ સરકારી અનુમતિઓ લીધી... Continue Reading →

ભીમ સેના: દલિત સમાજના સ્વરક્ષણ અને સાંસ્કૃતિક હકોની માંગણી માટેની પરંપરાનો એક હિસ્સો

રાજા શેખર વુંન્દ્રું ઉત્તરપ્રદેશના સહરાનપુરમાંની ભીમ સેનાએ દલિત અધિકારોની માંગણીની ચળવળને ફરીથી પૃષ્ઠભૂમિ પર લાવી છે. ખરેખર કહીએ તો, આ સેનાને દલિત સમાજના વૈકલ્પિક રાજકારણ તરીકે જોવામાં આવે છે. તેમ છતાં, આ જૂથ ખરેખર તો આખા ભારતમાં વિસ્તરેલ આંબેડકરી અધિકારોની ચળવળોની પરંપરાનો એક ભાગ છે. ભીમ સેનાનો જન્મ ૧૯૬૮ માં આંબેડકરની ૭૭મી જન્મજયંતિએ ગુલબર્ગ, કર્ણાટકમાં... Continue Reading →

ગુજરાતના દલિત સમાજની પડતર અને મહત્વની ચૂંટણીના સંદર્ભમાં માંગણીઓ

કિરીટભાઈ રાઠોડ ડો.બાબા સાહેબ આંબેડકરે બનાવેલ બંધારણનો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી શરુ થયો અને તેના ૬૭ વર્ષનો સમય પણ વીતી ગયો છે. ત્યારે બહુ દુખ સાથે કહેવું પડે છે કે જે ગુજરાત સરકાર અનેક કાર્યક્રમો કરીને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરી રહી છે તે જ સરકાર ડો. બાબા સાહેબ આંબેડકરના બંધારણના મૂળભૂત... Continue Reading →

ઉના: કહેવાતા ગતિશીલ ગુજરાતમાં નિર્દોષ દલિતો પર ગુજારેલ પાશવી અત્યાચારના બનાવની હકીકતની સંપૂર્ણ વિગતો

ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામના દલિતો પર ગુજારેલ અત્યાચારનો સંપૂર્ણ વિગતો - ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીનો અહેવાલ: ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાથી આશરે 20 કિમી ના અંતરે આવેલા મોટા સમઢીયાળા ગામની સીમમાં નિર્દોષ દલિત યુવાનો તા. ૧૧/૦૭/૨૦૧૬ ના રોજજયારે મૃત ગાયનું ચામડું ઉતારતા હતા ત્યારે જીવતી ગાય કાપો છો એમ કહીને ગૌરક્ષાની આડમાં ગુંડાગર્દી... Continue Reading →

Powered by WordPress.com.

Up ↑